सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
सर्वस्य प्रभुमीशानं सर्वस्य शरणं सुहृत् ॥१७॥
sarvendriyagunabhasam sarvendriyavivarjitam ।
sarvasya prabhumisanam sarvasya saranam suhrt ॥ 17॥
ઈન્દ્રિય તેને નથી છતાં તે ઈન્દ્રિયના વિષયો જાણે,
સૌના સ્વામી, શાસક સૌના, સૌથી મોટા આશ્રય તે. ॥૧૭॥
અર્થઃ
(એ પરમાત્મા)
સર્વેન્દ્રિયવિવર્જિતમ્ - સર્વ ઇન્દ્રિયોથી રહિત હોવાં છતાં
સર્વેન્દ્રિયગુણાભાસમ્ - સર્વે ઇન્દ્રિયોના વિષયોને જાણે છે.
સર્વસ્ય - સૌના
પ્રભુમ્ - સ્વામી
સર્વસ્ય - સૌના
ઇશાનમ્ - શાસક
બૃહત્ - સૌથી મહાન
શરણમ્ - આશ્રય છે.
ભાવાર્થઃ
પરમાત્મા મન તથા ઇન્દ્રિયોથી રહિત હોવા છતાં સર્વો ઇન્દ્રિયોના ને મનના વિષયો તથા વ્યાપારોને જાણે છે. સૌના સ્વામી, શાસક તથા નિયંતા છે. સર્વશ્રેષ્ઠ છે. સૌના એકમાત્ર આશ્રય છે. એમનું શરણ સર્વ પ્રકારે સુખદ બને છે અને શાંતિદાયક ઠરે છે. જીવનનો મોટામાં મોટો મંગલ પુરુષાર્થ એમનું શરણ લેવાનો જ છે.