Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तदेवाग्निस्तदादित्यस्तद्वायुस्तदु चन्द्रमाः
तदेव शुक्रं तद् ब्रह्म  तदापस्तत् प्रजापतिः ॥२॥

tadevagnistadaditya-
stadvayustadu chandramah ।
tadeva sukram tad brahma
tadapastat prajapatih ॥ 2॥

તે જ સૂર્ય ને અગ્નિ, તે છે વાયુશશી વળી;
નક્ષત્ર તે વળી પાણી, બ્રહ્મા ને તે પ્રજાપતિ. ॥૨॥

અર્થઃ

તત્ એવ - તે જ
અગ્નિઃ - અગ્નિ છે.
તત્ આદિત્ય - તે સૂર્ય છે.
તત્ વાયુઃ - તે વાયુ છે.
તત્ ચંદ્રમાઃ - તે ચંદ્રમા છે.
તત્ શુક્રમ્ - તે પ્રકાશવાન નક્ષત્ર આદિ છે.
તત્ આપઃ - તે પાણી છે.
તત્ પ્રજાપતિઃ - તે પ્રજાપતિ છે.
તત્ એવ - તે જ
બ્રહ્મ - બ્રહ્મા છે.

ભાવાર્થઃ

જગતના જુદાજુદા પદાર્થોમાં એકમાત્ર પરમાત્મા જ રહેલા છે. એમની અંદર અને એમના રૂપમાં એ જ વિરાજમાન છે. સૌના અંતર્યામીરૂપે એ જ વિદ્યમાન છે. એ જ અગ્નિ છે, સૂર્ય-ચંદ્ર, નક્ષત્ર, પવન, પાણી તથા પ્રજાપતિ છે. બ્રહ્મા થઇને એ જ સૃષ્ટિને સરજે છે. આ બધો એમનો જ મહિમા, એમની જ લીલા છે. ભક્ત કવિ નરસી મહેતાએ ગાયું છે તેમઃ

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
શબ્દ થઇ વ્યાપી રહ્યો આકાશે,

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે.

વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ શાખ દે,
કનક કુંડલ વિશે ભેદ ન હોયે;

ઘાટ ઘડ્યાં પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે.