if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

समाने वृक्षे पुरुषो निमग्नोऽनीशया शोचति मुह्यमानः ।
जुष्टं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोकः ॥७॥

samane vrkse puruso nimagno'-
nisaya sochati muhyamanah ।
justam yada pasyatyanyamisamasya
mahimanamiti vitasokah ॥ 7॥

જીવ રાગમાં ડૂબેલો છે, પ્રભુને ના જોતો તેથી,
મોહિત છે તે, શોક કરે છે, દીન બનેલો છે તેથી;
જ્યારે ભક્તથકી સેવિત તે પરમાત્માને ભાળે છે,
જાણે છે તેનો મહિમા તો શોકરહિત તે થાયે છે. ॥૭॥

અર્થઃ

સમાન વૃક્ષે - શરીરરૂપી એક જ વૃક્ષ પર વસનારો
પુરુષઃ - જીવાત્મા
નિમગ્નઃ - આસક્તિમાં ડૂબેલો છે.
અનીશયા - અસમર્થ હોવાને લીધે
મુહ્યમાનઃ - મોહિત બનેલો છે.
શોચતિ - શોક કરે છે.
યદાઃ - જ્યારે
જુષ્ટમ્ - ભક્તો અથવા શરણાગતો દ્વારા સેવાયેલા
અન્યમ્ - પોતાનાથી ભિન્ન, બીજા
ઇશમ્ - પરમાત્માને (અને)
અસ્ય - એમના
મહિમાનમ્ - મહિમાને
પશ્યતિ - જુએ છે.
ઇતિ - ત્યારે
વીતશોકઃ - સર્વપ્રકારે શોકરહિત
(ભવતિ - થઇ જાય છે.)

ભાવાર્થઃ

પરમાત્માની સાથે શરીરરૂપી એક જ વૃક્ષ પર વિરાજનારો જીવાત્મા પ્રિયતમ પરમાત્માનું વિસ્મરણ કરીને સંસારના વિનાશશીલ વિષયોમાં અને કર્મફળના ભોગોપભોગમાં આસક્ત થયેલો છે. એ હર્ષ તથા શોકનો, મોહ અને સંમોહનો અનુભવ કરે છે. પરમાત્માની પરમકૃપાથી પ્રેરાઇને જ્યારે એ સત્કર્મોના સુપરિપાકરૂપે સાધનાનો આશ્રય લે છે ત્યારે પોતાની તદ્દન પાસે વિરાજતા પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. એમના અલૌકિક મહિમાનું એને જ્ઞાન થાય છે. એથી એ સર્વથા શોકરહિત બની જાય છે. ભય, ચિંતા તથા બંધન અને ભેદભાવમાંથી કાયમને મુક્તિ મેળવે છે. જીવાત્માને માટે શોક તથા મોહમાંથી મુક્તિ મેળવવાનો બીજો કોઇ જ અમોઘ ઉપાય નથી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.