if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यो योनिं योनिमधितिष्ठत्येको यस्मिन्निदाम् सं च विचैति सर्वम् ।
तमीशानं वरदं देवमीड्यं निचाय्येमां शान्तिमत्यन्तमेति ॥११॥

yo yonim yonimadhitisthatyeko
yasminnidam sam cha vichaiti sarvam ।
tamisanam varadam devamidyam
nichhayyemam santimatyantameti ॥ 11॥

સર્વ યોનિના સ્વામી પ્રભુ છે, પ્રભુમાં સૃષ્ટિ વિલીન બને,
પ્રકટ તેમનાથી થાયે, તે સર્વનિયંતા પરમ ખરે;
વરદાયક ને સ્તુત્ય તેમને જે તત્વથકી જાણે છે,
તે જ સનાતન શાંતિ લભે છે, પરમશાંતિને પામે છે. ॥૧૧॥

અર્થઃ

યઃ - જે
એકઃ - એક જ
યોનિમ્ યોનિમ્ અધિતિષ્ઠતિ - પ્રત્યેક યોનિના અધિષ્ઠાતા છે.
યસ્મિન્ - જેમનામાં
ઇદમ્ - આ
સર્વમ્ - સર્વ કાંઇ
સમેતિ - વિલીન થાય છે.
ચ - અને
વ્યેતિ ચ - વિવિધરૂપે વ્યક્ત બને છે.
તમ્ - તે
ઇશાનમ્ - સર્વનિયંતા
વરદમ્ - વરદાયક
ઇડ્યમ્ - સ્તવન કરવા યોગ્ય
દેવમ્ - પરમાત્માને
નિચાય્ય - તત્વથી જાણીને
અત્યન્તમ્ - અનંત અથવા સનાતન
ઇમામ્ - આ
શાન્તિમ્ - શાંતિને
એતિ - પામી લે છે.

ભાવાર્થઃ

માનવને સનાતન શાંતિ કેવી રીતે મળી શકે ? પરમાત્માને જાણી લેવાથી જ. એના સિવાય શાંતિ પ્રાપ્તિનો બીજો કોઇ માર્ગ નથી. એ અભિપ્રાયને ઉપનિષદ ફરીવાર અહીં કહી બતાવે છે. એ પરમાત્મા સઘળી યોનિના - સમસ્ત સૃષ્ટિના મૂળાધાર અથવા મૂળભૂત કારણ છે. સર્વસૂત્રધાર અથવા નિયંતા છે. સમસ્ત સંસાર એમની અંદરથી પ્રાદુર્ભાવ પામે છે અને એમનામાં વિલીન બને છે. એ જ એકમાત્ર સ્તુતિ કરવા યોગ્ય છે. એમના અલૌકિક અનુગ્રહથી જીવ બદ્ધાવસ્થામાંથી છૂટીને મુક્ત બને છે ને સર્વવિધ કલ્યાણ કરે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.