यो देवानां प्रभवश्चोद्भवश्च विश्वाधिपो रुद्रो महर्षिः ।
हिरण्यगर्भं पश्यत जायमानं स नो बुद्ध्या शुभया संयुनक्तु ॥१२॥
yo devanam prabhavaschodbhavascha
visvadhipo rudro maharsih ।
hiranyagarbham pasyata jayamanam
sa no buddhya subhaya samyunaktu ॥ 12॥
ઈન્દ્ર વગેરે દેવોને જે રુદ્રરૂપ પ્રભુ જન્માવે,
વળી વધારે, સ્વામી સૌના જે સર્વજ્ઞ મહાન અને;
બ્રહ્માની પણ પ્હેલાં પ્રકટ્યા પરમદેવ પરમેશ્વર તે,
જઈએ અમે તેની પાસે, મંગલબુદ્ધિ અમોને દે. ॥૧૨॥
અર્થઃ
યઃ - જે
રુદ્રઃ - રુદ્ર
દેવાનામ્ - દેવોને
પ્રભવઃ - ઉત્પન્ન કરનારા
ચ - અને
ઉદભવઃ - વધારનારા છે.
ચ - વળી
વિશ્વાધિપઃ - સૌના અધીશ્વર
મહર્ષિઃ - મહાન જ્ઞાની, ઋષિ કે સર્વજ્ઞ છે. (જેમણે સૌથી પ્રથમ)
જાયમાનમ્ - પેદા થયેલા
હિરણ્યગર્ભમ્ - હિરણ્યગર્ભને
પશ્યત - પેખેલા
સઃ - તે પરમાત્મા
નઃ - અમને
શુભયા બુદ્ધયા - સદબુદ્ધિથી
સંયુનક્તુ - સંયુક્ત કરે.
ભાવાર્થઃ
સદબુદ્ધિ સાંપડે નહીં ત્યાં સુધી જીવનનું પરમ કલ્યાણ કેવી રીતે થઇ શકે ? જીવનના શ્રેયને માટે જે સદાચારની આવશ્યકતા છે તેની સિદ્ધિ પણ સદબુદ્ધિ વિના કદાપિ ના થઇ શકે. એટલા માટે અહીં સદબુદ્ધિની પ્રાર્થના કરતા કહેવામાં આવે છે કે પરમાત્મા કૃપા કરીને અમને સદબુદ્ધિથી સંપન્ન કરો. એ સદબુદ્ધિની મદદથી અમે સદા સત્યપરાયણ બનીશું અને સત્યનો સાક્ષાત્કાર કરીશું. એ સદબુદ્ધિને પ્રદાન કરનારા પરમાત્મા સૌથી શ્રેષ્ઠ ઋષિ, જ્ઞાની, સર્વજ્ઞ અથવા સર્વાંન્તર્યામી છે. દેવોને ઉત્પન્ન કરનારા ને વધારનારા છે. હિરણ્યગર્ભની પણ પહેલાંના છે. જડચેતનાત્મક સમસ્ત સંસારના સ્વામી, શાસક અથવા નિયંતા છે.

