Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मा नस्तोके तनये मा न आयुषि मा नो गोषु मा न अश्वेषु रीरिषः ।
वीरान् मा नो रुद्र भामितो  वधीर्हविष्मन्तः सदामित् त्वा हवामहे ॥२२॥

ma nastoke tanaye ma na ayusi
ma no gosu ma na asvesu ririsah ।
viran ma no rudra bhamito
vadhirhavismantah sadamit tva havamahe ॥ 22॥

ભેટ લઈને જુદીજુદી બોલાવિયે અમે તમને,
રક્ષા કરો અમારી, કો’દી કુપિત થશો ના લેશ તમે;
પુત્ર, પૌત્ર ને આયુ, અમારી ગાય અને ઘોડા ન ઘટે,
વીરપુરુષ જે અમારામહીં તે પણ ના કદિ નષ્ટ બને. ॥૨૨॥

અર્થઃ

રુદ્ર - સર્વસંહારક રુદ્રદેવ !
(વયમ્ - અમે)
હવિષ્મન્તઃ - જુદીજુદી ભેટ લઇને
સદમ્ - સદા
ઇત્ - જ
ત્વા - તમને
હવામહે - બોલાવીએ છે. (તમે)
ભામિતઃ - રોષે ભરાઇને
મા - ના
નઃ - અમારા
અશ્વેષું - ધોડામાં
રીરિષઃ - કોઇ પ્રકારનો ઘટાડો કરતા
નઃ - અમારા
વીરાન્ મા વધીઃ - વીરોનો નાશ કરતા નહીં.

ભાવાર્થઃ

આ પ્રાર્થના ભૌતિક વસ્તુઓની રક્ષાના ભાવોથી ભરેલી છે. જીવનમાં ભૌતિક કે સાંસારિક સુખાકારીના પણ આવશ્યકતા તો છે જ. એની ઉપેક્ષા ના કરી શકાય. એટલા માટે કહેવામાં આવે છે કે હે પ્રભુ ! અમે તમારે શરણે આવીને તમને પ્રાર્થીએ છીએ. તમે અમારા પર કદી કુપિત થશો નહીં. તમારી કૃપાથી અમારા પુત્ર-પૌત્રો, અમારી ગાયો અને અમારા અશ્વો દીર્ઘાયુ બને, એમનો નાશ ના થાય અને અમારા વીરપુરુષો પણ વિજયી બને તથા સુદીર્ઘ, સુખી, સ્વસ્થ જીવન વ્યતીત કરે. અમારું સર્વકાંઇ તમારાથી સદા માટે રક્ષાયેલું રહે.