यच्च स्वभावं पचति विश्वयोनिः पाच्यांश्च सर्वान् परिणामयेद् यः ।
सर्वमेतद् विश्वमधितिष्ठत्येको गुणांश्च सर्वान् विनियोजयेद् यः ॥५॥
yaccha svabhavam pachati visvayonih
pachyamscha sarvan parinamayed yah ।
sarvametad visvamadhitisthatyeko
gunamscha sarvan viniyojayed yah ॥ 5॥
તે છે સૌનું કારણ, તે સંકલ્પરૂપી તપ ફક્ત કરે,
પ્રકૃતિનું સામર્થ્ય જગાડે, રૂપરંગ તેને બહુ દે;
સત્વ વિગેરે ગુણની સાથે જીવતણો સંયોગ કરે,
રચે વિશ્વ ને વ્યવસ્થા કરે તેની, શાસન તેનું કરે. ॥૫॥
અર્થઃ
યત્ - જે
વિશ્વયોનિઃ - સૌના પરમકારણ છે.
ચ - અને
સ્વભાવમ્ - સમસ્ત તત્વોની શક્તિરૂપ સ્વભાવને
પચતિ - પોતાના સંકલ્પરૂપી તપથી તૈયાર કરે છે.
ચ - અને
યઃ - જે
સર્વાન્ - સઘળા
પાચ્યાન્ - તૈયાર કરાતા પદાર્થોને
પરિણામયેત્ - જુદાં જુદા રૂપોમાં પલટાવે છે.
યઃ - જે
એકઃ - એકલા
સર્વાન્ - સમસ્ત
ગુણાન્ - ગુણોને
વિનિયોજ્યેત્ - પોતપોતાના ધર્મોમાં પ્રવૃત્ત કરે છે.
ચ - અને
એતત્ - આ
સર્વમ્ - સઘળા
વિશ્વમ્ - અધિતિષ્ઠતિ - વિશ્વ પર શાસન કરે છે (તે પરમાત્મા છે)
ભાવાર્થઃ
પરમાત્મા વિશે વિશેષ વિસ્તારપૂર્વક ચર્ચાવિચારણા કરતાં કહેવામાં આવે છે કે એ સૌના કારણ છે. એમના સંકલ્પથી જુદાં જુદાં તત્વો પ્રકટ થાય છે. એમની વિશિષ્ટ શક્તિથી પદાર્થો જુદાં જુદાં સ્વરૂપોમાં પરિવર્તન પામે છે ને પોતપોતાનાં કર્મ કે ગુણધર્મમાં પ્રવૃત બને છે. વિશ્વને વિવિધ રૂપરંગ આપી, પ્રકટ કરીને, એની ઉપર શાસન કરે છે. એમની શક્તિ છેક જ અસાધારણ છે અને એમનાથી શ્રેષ્ઠ બીજું કોઇ જ નથી.

