if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तद् वेदगुह्योपनिषत्सु गूढं तद् ब्रह्मा वेदते ब्रह्मयोनिम् ।
ये पूर्वं देवा ऋषयश्च तद् विदुस्ते तन्मया अमृता वै बभूवुः ॥६॥

tad vedaguhyopanisatsu gudham
tad brahma vedate brahmayonim ।
ye purvam deva rsayascha tad vidu-
ste tanmaya amrta vai babhuvuh ॥6॥

વેદરહસ્ય સમાન ઉપનિષદ તેમાં તે પ્રભુ ગુપ્ત રહ્યા,
ઉપનિષદમહીં સુક્ષ્મરૂપથી તે પ્રભુને છે વર્ણવિયા;
તેનાથી છે વેદ પ્રકટિયા, બ્રહ્મા તેને જાણે છે,
ઋષિએ દેવે તેને જાણ્યા, તે અમૃતમાં મ્હાલે છે. ॥૬॥

અર્થઃ

તત્ - તે
વેદગુહ્યોપનિષત્સુ - વેદોના રહસ્યવાળાં ઉપનિષદોમાં
ગૂઢમ્ - ગૂઢ રીતે રહેલા છે.
બ્રહ્મયોનિમ્ - વેદોના મૂળાધાર જેવા
તત્ - તે પરમાત્માને
બ્રહ્મા - બ્રહ્મા
વેદતે - જાણે છે.
યે - જે
પૂર્વદેવાઃ - પહેલાંના દેવો
ચ - અને
ઋષયઋ - ઋષિઓ
તત્ - તેમને
વિદુઃ - જાણતા હતા
તે - તે
વૈ - અવશ્ય
તન્મયાઃ - એમની સાથે તન્મય થઇને
અમૃતાઃ - અમૃતસ્વરૂપ
બભૂવુઃ - બની ગયા.

ભાવાર્થઃ

પરમાત્મા વેદોના ગૂઢાતિગૂઢ રહસ્યજ્ઞાનથી ભરેલાં ઉપનિષદોમાં ગુપ્ત રીતે રહેલા છે. એ વેદોના મૂળ કારણ અથવા પરમ આશ્રયદાતા છે. એમને બ્રહ્માએ તથા અન્ય દેવોએ અને ઋષિમુનિઓએ જાણ્યા છે. એમની કૃપાના અસાધારણ અનેરા અનુભવથી એમણે જીવન ધન્ય બનાવ્યું છે. એમની શ્રદ્ધાભક્તિ સહિતની સાધનાથી મદદથી એમની સાથેની અખંડ અંતરંગ એકતાનો અને આત્મીયતાનો અનુભવ કર્યો છે. એવી રીતે આજે પણ અનુભવીને કોઇપણ કૃતાર્થ થઇ શકે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.