Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अनाद्यनन्तं कलिलस्य मध्ये विश्वस्य स्रष्ठारमनेकरूपम् ।
विश्वस्यैकं परिवेष्टितारं ज्ञात्वा देवं मुच्यते सर्वपाशैः ॥१३॥

anadyanantam kalilasya madhye
visvasya srastharamanekarupam ।
visvasyaikam parivestitaram
jnatva devam muchyate sarvapasaih ॥ 13॥

જન્મથી છૂટવાનો ઉપાય
જે છે જગમાં વ્યાપક, જેને આદિ અંત કે મધ્ય નથી,
જગના કર્તા અને જગતને ઘેરે જે સર્વ તરફથી,
એક છતાંયે અનેકરૂપી તે પ્રભુને જે જાણે છે,
તે જીવ બને હમેશ માટે બંધમુક્ત ને મ્હાલે છે. ॥૧૩॥

અર્થઃ

કલિલસ્ય - અકળ સંસારની
મધ્યે - અંદર રહેલા
અનાદ્યનન્તમ્ - આદિ અંત વિનાના
વિશ્વસ્ય સ્ત્રષ્ટારમ્ - વિશ્વના સર્જક
અનેકરૂપમ્ - અનેક રૂપવાળા
વિશ્વસ્ય પરિવેષ્ટિતારમ્ - વિશ્વને સર્વ તરફથી વીંટી રહેલા
એકમ્ - એક
દેવમ્ - દેવોના દેવ પરમેશ્વરને
જ્ઞાત્વા - જાણીને
સર્વપાશૈઃ - સઘળાં બંધનોથી
મુચ્યતે - છૂટી જાય છે.

ભાવાર્થઃ

જીવને માટે સમસ્ત બંધનોમાંથી છૂટવાનો ક્યો ઉપાય છે ? પરમાત્માને પ્રત્યક્ષ રીતે જાણવાનો કે ઓળખવાનો. એ સિવાય બંધનોમાંથી મુક્તિ મળતી નથી ને પરમ શાંતિની પ્રાપ્તિ પણ થતી નથી. એ પરમાત્મા સંસારમાં સર્વત્ર વ્યાપેલા, આરંભ અને અંત વગરના, એક અથવા અનન્ય, સંસારના સર્જક-પાલક અને અનેક રૂપવાળા છે.