if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

तत्कर्म कृत्वा विनिवर्त्य भूयस्तत्त्वस्य तावेन समेत्य योगम् ।
एकेन द्वाभ्यां त्रिभिरष्टभिर्वा कालेन चैवात्मगुणैश्च सूक्ष्मैः ॥३॥

tatkarma krtva vinivartya bhuya-
stattvasya tavena sametya yogam ।
ekena dvabhyam tribhirastabhirva
kalena chaivatmagunaischa suksmaih ॥ 3॥

જડતત્વોને રચી ધ્યાનથી ચેતનતત્વ રચ્યું તેણે,
ચેતન જડનો યોગ કરાવી કરી સૃષ્ટિરચના તેણે;
અથવા એક અવિદ્યા તેમજ પુણ્યપાપ ને ત્રણ ગુણને,
આઠ જાતની પ્રકૃતિ તેમજ કાલ સાથે જોડ્યાં એણે.
પછી અહંતા મમતા જેવા આત્માના ગુણની સાથે,
જીવતણો સંબંધ કરાવી કરી જગતની રચનાને. ॥૩॥

અર્થઃ

(પરમાત્માએ જ) તત્ - તે (જડ તત્વોની રચનારૂપી)
કર્મ - કર્મને
કૃત્વા - કરીને
વિનિવર્ત્ય - એનું અવલોકન કરીને
ભૂયઃ - ફરી
તત્વસ્ય - ચેતન તત્વનો
તત્વેન - જડ તત્વ સાથે
યોગમ્ - સંયોગ
સમેત્ય - કરાવીને
વા- અથવા
એકેન - એકથી (અવિદ્યાથી)
દ્વાભ્યામ્ - બે સાથે (સત્કર્મ અને દુષ્કર્મ સાથે)
ત્રિભિઃ - ત્રણ ગુણો સાથે
ચ - અને
અષ્ટસિઃ - આઠ પ્રકારની પ્રકૃતિ સાથે
ચ - અને
કાલેન - કાળની સાથે
એવ - અને
સૂક્ષ્મૈઃ આત્મગુણૈઃ - આત્મવિષયક સૂક્ષ્મ ગુણોની સાથે
(એવ - પણ)
(યોગમ્ સમેત્ય - જીવાત્માનો સંબંધ કરાવી)
(જગતની રચના કરાઇ છે.)

ભાવાર્થઃ

પરમાત્મા દ્વારા જ જગતની રચના થઇ છે એવું પુનઃ પ્રતિપાદન કરતાં શ્લોકમાં જણાવવામાં આવે છે કે પરમાત્માએ પોતાની પ્રકૃતિમાંથી પંચમહાભૂતાદિની રચના કરી. એમનું અવલોકન કરીને, જડતત્વનો ચેતન-તત્વ સાથે સંયોગ કરાવીને આ અંત્યંત વિલક્ષણ, વિવિધ નામરૂપવાળા જગતની રચના કરી. અથવા બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે અવિદ્યા, સત્કર્મ તથા દુષ્કર્મ, ત્રણ ગુણો, આઠ પ્રકારની પ્રકૃતિ, કાળ અને અહંતા-મમતા-આસક્તિ જેવા આત્મવિષયક સૂક્ષ્મ ગુણોની સાથે જીવાત્માનો સંબંધ જોડીને સમસ્ત સૃષ્ટિનું સર્જન કર્યું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.