if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

येनावृतं नित्यमिदं हि सर्वं ज्ञः कालकारो गुणी सर्वविद् यः ।
तेनेशितं कर्म विवर्तते ह पृथिव्यप्तेजोनिलखानि चिन्त्यम् ॥२॥

yenavrtam nityamidam hi sarvam jnah
kalakaro guni sarvavid yah ।
tenesitam karma vivartate ha
prthivyaptejonilakhani chintyam ॥ 2॥

જેનાથી છે વ્યાપ્ત જગત આ, જે છે કાળતણોયે કાળ,
સર્વગુણી ને જાણનાર જે, જ્ઞાનરૂપ ને સત્ય સદાય,
તે જ યોગ્ય રીતે આ જગને સંભાળે છે ઈશ ખરે,
પૃથ્વી જલ ને તેજ સર્વ તે પ્રભુથી પામે શક્તિને. ॥૨॥

અર્થઃ

યેન - જે પરમાત્માથી
ઇદમ્ - આ
સર્વમ્ - સમસ્ત જગત
નિત્યમ્ - સદા
આવૃતમ્ - ઘેરાયેલું છે.
યઃ - જે
જ્ઞઃ - જ્ઞાનસ્વરૂપ પરમાત્મા
હિ - નિસ્શંસય
કાલકાલઃ - કાળના પણ કાળ
ગુણી - સર્વગુણસંપન્ન
સગર્વિત્ - સૌને જાણનારા છે.
તેન - એમનાથી
હ - જ
ઇશિતમ્ - શાસિત થયેલું
કર્મ - આ જગતરૂપી કર્મ
વિવર્તતે - વિભિન્ન રીતે સારી પેઠે ચાલી રહ્યું છે. (અને આ)
પૃથ્વ્યપ્તેજોઙનિખલાનિ - પૃથ્વી, પાણી,પવન, પાવક, આકાશ પણ એમની જ દ્વારા શાસિત થાય છે.
(ઇતિ - એવી રીતે)
ચિન્તયમ્ - વિચારવું જોઇએ.

ભાવાર્થઃ

પરમાત્માથી આ સમગ્ર જગત ઘેરાયેલું અને વ્યાપ્ત છે. એ પરમ જ્ઞાનમય, સર્વગુણ સંપન્ન પરમાત્મા જ સૌના સ્વામી છે, સૌના પર શાસન કરે છે, ને સૌના મૂળ કારણ છે. કાળના પણ કાળ છે. સર્વજ્ઞ છે. એમના એકાધિકાર અને આધિપત્ય નીચે જગત પોતાની પ્રવૃતિ કર્યા કરે છે. પૃથ્વી જેવાં પંચમહાભૂતો પર પણ એમનું જ શાસન ચાલી રહ્યું છે. એ મહાભૂતો પણ પરમાત્માની પરમ શક્તિ વિના સ્વતંત્ર રીતે કાર્ય નથી કરી શકતાં. એટલે જ એમને કે પરમાણુઓને જગતનું કારણ કહે છે તે પણ ભૂલ કરે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.