if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

स्वभावमेके कवयो वदन्ति कालं तथान्ये परिमुह्यमानाः ।
देवस्यैष महिमा तु लोके येनेदं भ्राम्यते ब्रह्मचक्रम् ॥१॥

svabhavameke kavayo vadanti
kalam tathanye parimuhyamanah ।
devasyaisa mahima tu loke
yenedam bhramyate brahmachakram ॥ 1॥

પદાર્થની સ્વાભાવિક શક્તિ તે જ જગતનું કારણ છે,
વળી કહે કોઈ કે કાળ જ- સમય જગતનું કારણ છે;
પરંતુ તે છે મોહગ્રસ્ત સૌ, સાચું કારણ ના જાણે,
સૌનાયે સ્વામી ઈશ્વરથી ચક્ર જગતનું આ ચાલે. ॥૧॥

અર્થઃ

એકે - કોઇ એક પ્રકારના
કવયઃ - વિદ્વાનો
સ્વભાવમ્ - સ્વભાવને
વદન્તિ - જગતનું કારણ કહે છે.
તથા - એવી રીતે
અન્યે - અન્ય વિચારકો અને વિદ્વાનો
કાલમ્ - કાળને કારણ કહે છે.
(એતે) પરિમિહ્યમાનાઃ (સન્તિ) - તે મોહગ્રસ્ત હોવાથી યથાર્થ કારણને જાણતા નથી.
તુ - ખરી રીતે તો
એષઃ - આ
દેવસ્ય - પરમાત્માનો
લોકે - જગતમાં ફેલાયેલો
મહિમા - મહિમા છે.
યેન - જેનાથી
ઇદમ્ - આ
બ્રહ્મચક્રમ્ - બ્રહ્મચક્ર
ભ્રામ્યેત્ - ફેરવવામાં આવે છે.

ભાવાર્થઃ

વિદ્વાન કે વિચારકોનો એક વર્ગ એવો છે કે જે સ્વભાવને જ જગતનું મૂળ કારણ માનીને જગત પોતાના પ્રાકૃતિક સ્વભાવથી જ પ્રાદુર્ભાવ પામે છે એવું સમજે-સમજાવે છે. વિદ્વાનો કે વિચારકોનો બીજો વર્ગ જગતના મૂળ અથવા કારણ તરીકે કાળને માને છે. પરંતુ એ વિચારકોની માન્યતા યથાર્થ નથી. એમને જગતની પાછળ રહેલી પરમાત્માની પરમ સત્તાનો ખ્યાલ નથી. એ પરમાત્માને લીધે જ જગતનું પ્રાકટ્ય થાય છે. જગત પરમાત્માના પ્રકટ મહિમા જેવું છે. એના રૂપમાં એ પરમ મહિમામય મગંલ મહિમાનું દર્શન કરવું જોઇએ. જગતનું ચક્ર એ પરમાત્માને લીધે જ ચાલ્યા કરે છે. એના મૂળ કારણ કે મુખ્ય કારણ પરમાત્મા જ છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.