if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

न तस्य कश्चित् पतिरस्ति लोके न चेशिता नैव च तस्य लिङ्गम् ।
स कारणं करणाधिपाधिपो  न चास्य कश्चिज्जनिता न चाधिपः ॥९॥

na tasya kaschit patirasti loke
na chesita naiva cha tasya lingam ।
sa karanam karanadhipadhipo
na chasya kaschijjanita na chadhipah ॥ 9॥

તે છે સૌનો સ્વામી, શાસક; તેનો કોઈ શાસક ના,
કોઈ ચિહ્નવિશેષ ન તેનું, તે તો સઘળે વ્યાપક હા !
સૌનું કારણ, મન-ઈન્દ્રિયના દેવોનો પણ દેવ જ તે,
કોઈ તેનો ઘડનારો કે જનક નથી, ના સ્વામી છે. ॥૯॥

અર્થઃ

લોકે - જગતમાં
કશ્ચિત્ - કોઇપણ
તસ્ય - તે પરમાત્માના
પતિઃ - સ્વામી
ન અસ્તિ - નથી
ઇશિતા - એમનો શાસક
ચ - પણ
ન - નથી
ચ - અને
તસ્ય - એમનું
લિંગમ્ - ચિહ્નવિશેષ પણ
ન એવ - નથી જ
સઃ - તે
કારણમ્ - સૌના પરમ કારણ (તથા)
કરણાધિપાધિપઃ - સર્વે કારણોના અધિષ્ઠાતાઓના પણ અધિપતિ છે.
કશ્ચિત્ - કોઇપણ
અસ્ય - એમના
જનેતા - જનક
ચ ન - પણ નથી
ચ અધિપઃ ન - અને સ્વામી પણ નથી.

ભાવાર્થઃ

પરમાત્મા કરતાં કોઇ શ્રેષ્ઠ નથી એટલે એમનો કોઇ સ્વામી કે શાસક નથી. એ જ સૌના સ્વામી અને શાસક છે. એમનું કોઇ એવું વિશેષ ચિહ્નવિશેષ નથી જેમના પરથી એમને ઓળખી શકાય. તે સૌના કારણ અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોના પણ અધીશ્વર છે. એમણે આ આખાય જગતની ઉત્પત્તિ કરી છે. પરંતુ એમને ઉત્પન્ન કરનાર કોઇ જ નથી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.