if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

एको देवः सर्वभूतेषु गूढः  सर्वव्यापी सर्वभूतान्तरात्मा।
कर्माध्यक्षः सर्वभूताधिवासः साक्षी चेता केवलो निर्गुणश्च ॥११॥

eko devah sarvabhutesu gudhah
sarvavyapi sarvabhutantaratma।
karmadhyaksah sarvabhutadhivasah
saksi cheta kevalo nirgunascha ॥ 11॥

એક પરમ તે દેવ સર્વની હૃદયગુફામાં વાસ કરે,
સઘળે વ્યાપક, સૌ પ્રાણીના અંતર્યામીરૂપ રહે;
કર્મતણાં ફલ તે જ દે, બધા જીવોનો તે આશ્રય છે,
સૌનો સાક્ષી, ચેતન, કેવલ, શુદ્ધ અને ગુણથી પર છે. ॥૧૧॥

અર્થઃ

એકઃ - એક
દેવઃ - દેવ જ
સર્વભૂતેષુ - સઘળાં પ્રાણીઓમાં
ગૂઢઃ - છૂપાયેલા
સર્વવ્યાપી - સર્વવ્યાપક
સર્વભૂતાન્તરાત્મા - સર્વે પ્રાણીના અતંરાત્મા પરમાત્મા છે.
કર્માધ્યક્ષઃ - (એ જ) સૌનાં કર્મોના અધિષ્ઠાતા છે.
સર્વભૂતાધિવાસઃ - સર્વે ભૂતોના નિવાસસ્થાન
સાક્ષી - સૌના સાક્ષી
ચેતા - ચેતનાસ્વરૂપ
કેવલઃ - પરમ પવિત્ર
ચ - અને
નિર્ગુણઃ - ગુણાતીત છે.

ભાવાર્થઃ

એ પરમાત્મા દેવોના દેવ છે, સર્વે પ્રાણીઓમાં ગુપ્ત રીતે રહેલા એમના અંતર્યામી, સર્વવ્યાપી તથા કર્મોના નિયંતા છે. સૌના નિવાસસ્થાન, સૌ કોઇના સાક્ષી, ચેતન, પરમ પવિત્ર, એક અથવા અનન્ય અને ગુણાતીત છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.