यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै ।
तं ह देवं आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॥१८॥
yo brahmanam vidadhati purvam
yo vai vedamscha prahinoti tasmai ।
tam ha devam atmabuddhiprakasam
mumuksurvai saranamaham prapadye ॥ 18॥
જે પરમાત્મા સૌથી પ્હેલાં બ્રહ્માને પ્રકટાવે છે,
તે બ્રહ્માને સર્વ વેદનું જ્ઞાન ખરેખર આપે છે;
આત્મજ્ઞાનનો પ્રકાશ દેતી બુદ્ધિ પણ જે આપે છે,
તે પ્રસિદ્ધ પ્રભુશરણે જાઊં, બંધનથી છોડાવે તે. ॥૧૮॥
અર્થઃ
યઃ - જે પરમાત્મા
વૈ - ખરેખર
પૂર્વમ્ - સૌથી પહેલાં
બ્રહ્માણમ્ - બ્રહ્માને
વિદધાતિ - પેદા કરે છે.
ચ - અને
યઃ - જે
વૈ - ખરેખર
તસ્મૈ - એ બ્રહ્માને
વેદાન્ - વેદોનું જ્ઞાન
પ્રહિણોતિ - આપે છે.
તમ્ આત્મબુદ્ધિપ્રકાશમ્ - એ પરમાત્મવિષયક બુદ્ધિને અથવા બુદ્ધિ અને આત્માને પ્રકાશ પહોંચાડનારા
હ દેવમ્ - પ્રખ્યાત પરમાત્માનું
અહમ્ - હું
મુમુક્ષુઃ - મુમુક્ષુ
શરણમ્ - શરણ
પ્રપદ્યે - ગ્રહણ કરું છું.
ભાવાર્થઃ
પરમાત્માએ સૌથી પહેલાં બ્રહેમાને પેદા કર્યા અને એમને વેદોનું દૈવી જ્ઞાન પ્રદાન કર્યું. એવી રીતે એ સૌના આદિ છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને આત્માને પ્રકાશ પહોંચાડીને સક્રિય અથવા સજીવ કરે છે. પુરાણકાળથી પ્રખ્યાત છે. એમનું શરણ લેનાર જ સર્વપ્રકારે સુખી થાય છે. એવું સમજીને હું એમનું સાચા દિલથી શરણ લઉં છું.