तपःप्रभावाद् देवप्रसादाच्च ब्रह्म ह श्वेताश्वतरोऽथ विद्वान् ।
अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यगृषिसङ्घजुष्टम् ॥२१॥
tapahprabhavad devaprasadaccha
brahma ha svetasvataro'tha vidvan ।
atyasramibhyah paramam pavitram
provacha samyagrsisanghajustam ॥ 21॥
પ્રસિદ્ધ છે કે તપસ્યા કરી શ્વેતાશ્વતર મહા-ઋષિએ,
પરમાત્માની પરમકૃપાથી જાણી શકિયા તે પ્રભુને.
ઋષિથી સેવિત પરમબ્રહ્મનું જ્ઞાનતત્વ આ તે ઋષિએ,
ઉપદેશેલું આશ્રમના અભિમાનથકી પર તે જનને. ॥૨૧॥
અર્થઃ
હ - સુપ્રસિદ્ધ છે કે
શ્વેતાશ્વતરઃ - શ્વેતાશ્વતર ઋષિ
તપઃ પ્રભાવાત્ - તપના પ્રભાવથી
ચ - અને
દેવપ્રસાદાત્ - પરમાત્માની કૃપાથી
બ્રહ્મ - બ્રહ્મને
વિદ્વાન્ - જાણી શક્યા
અથ - અને
ઋષિસંઘજુષ્ટમ્ - ઋષિમંડળથી સેવિત
પરમમ્ - પરમ
પવિત્રમ્ - પવિત્ર (બ્રહ્મનો)
અત્યાશ્રમિસ્યઃ - આશ્રમના અભિમાનથી અને આશ્રમની ઉપાધિથી મુક્ત માનવોને
સમ્યક્ - સારી રીતે
પ્રોવાચ - ઉપદેશ આપ્યો.
ભાવાર્થઃ
શ્વેતાશ્વતર ઋષિએ પ્રખર તપ કરીને પરમાત્માની પરમકૃપાથી પરમાત્માનો સાક્ષાત્કાર કરીને, ઋષિમુનિથી આરાધાયેલા પરમ પવિત્ર પરમાત્માનો ઉપદેશ સ્વાનુભવના આધાર પર સુચારુરૂપે આશ્રમના અભિમાનથી અને આશ્રમની ઉપાધિથી મુક્ત મુમુક્ષુજનોને આપ્યો હતો, એ વાત વિદ્વાનોમાં જાણીતી છે.