यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ ।
तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः ॥२३॥
प्रकाशन्ते महात्मन इति ।
yasya deve para bhaktih yatha deve tatha gurau ।
tasyaite kathita hyarthah prakasante mahatmanah ॥ 23॥
prakasante mahatmana iti ।
જેની પ્રભુમાં પરમભક્તિ છે, ગુરુમાં તેવી ભક્તિ વળી,
તેજ મહાત્મા રહસ્યમય આ જ્ઞાન સમજશે સ્પષ્ટ કરી,
તેના અંતરમાં જ જ્ઞાન આ પ્રકાશિત થશે સ્પષ્ટ કરી. ॥૨૩॥
અધ્યાય છઠ્ઠો પૂરો
* * *
કૃષ્ણયજુર્વેદીય શ્વેતાશ્વતરોપનિષદ સમાપ્ત
અર્થઃ
યસ્ય - જેની
દેવે - પરમાત્મામાં
પરા - ઉત્તમ
ભક્તિ - ભક્તિ છે.
યથા - જેવી રીતે
દેવે - પરમાત્મામાં
તથા - તેવી રીતે
ગુરૌ - ગુરુમાં પણ છે.
તસ્ય મહાત્મનઃ - તે મહાત્મા પુરુષના હૃદયમાં
હિ - જ
એતે - આ
કથિતાઃ - બતાવેલા
અર્થાઃ - રહસ્યાર્થો
પ્રકાશન્તે - પ્રકાશે છે.
પ્રકાશન્તે મહાત્મનઃ - એ જ મહાપુરુષના હૃદયમાં પ્રકાશે છે.
ભાવાર્થઃ
ઉપનિષદનું આ રહસ્યમય ગૂઢ જ્ઞાન એના અર્થ સાથે સૌ કૌઇના હૃદયમાં પ્રકાશ પામતું નથી. સદગુરુની અને પરમાત્માની સુદ્રઢ શ્રદ્ધભક્તિથી જે સંપન્ન છે અને પવિત્ર જીવન જીવે છે તેવા વિરલ મહાત્માપુરુષોના હૃદયમાં જ તે પ્રકાશ પામે છે. 'જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.' એટલે આત્મજ્ઞાનના રહસ્યને જાણવા કે પામવા માગનારા પુરુષે પવિત્ર પરમાત્મમય જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ. प्रकाशन्ते महात्मन - પદનો બે વાર પ્રયોગ કરવામાં આવ્યો છે એ ઉપનિષદની સમાપ્તિ સૂચવે છે.