हनुमानजी ने लंका जलाई
देह बिसाल परम हरुआई । मंदिर तें मंदिर चढ़ धाई ॥
जरइ नगर भा लोग बिहाला । झपट लपट बहु कोटि कराला ॥१॥
Deh bisaal param haruaai Mandir te mandir chadh dhaai ।
Jarai nagar bha log bihaala Zapat lapat bahu koti karaala ॥
तात मातु हा सुनिअ पुकारा । एहिं अवसर को हमहि उबारा ॥
हम जो कहा यह कपि नहिं होई । बानर रूप धरें सुर कोई ॥२॥
Taat maatu haa sunia pukaara Ehi avasar ko hamahi ubaara ।
Ham jo kaha yah kapi nahi hoi Baanar roop dhare sur koi ॥
साधु अवग्या कर फलु ऐसा । जरइ नगर अनाथ कर जैसा ॥
जारा नगर निमिष एक माहीं । एक बिभीषन कर गृह नाहीं ॥३॥
Saadhu avagya kar phalu aisa Jarai nagar anaath kar jaisa ।
Jaara nagaru nimish ek maahee Ek Bibheeshan kar bruh naahee ॥
ता कर दूत अनल जेहिं सिरिजा । जरा न सो तेहि कारन गिरिजा ॥
उलटि पलटि लंका सब जारी । कूदि परा पुनि सिंधु मझारी ॥४॥
Taa kar doot anal jehi sirija Jaraa na so tehi kaaran girija ।
Ulati palati Lanka sab Jaaree Koodi para puni sindhu mazaaree ॥
(दोहा)
पूँछ बुझाइ खोइ श्रम धरि लघु रूप बहोरि ।
जनकसुता कें आगें ठाढ़ भयउ कर जोरि ॥ २६ ॥
Poonch buzaai khoi shram dhari laghu roop bahori ।
Janaksuta ke aage thaadh bhayau kar jori ॥
હનુમાનજીએ લંકા સળગાવી
(દોહરો)
દેહ વિશાળ છતાં ગયો હળવો ખૂબ બની;
ભવન પ્રતિભવન છતાં નગરી રહી બળી.
ચારેકોર થઈ રહ્યો ભીષણ શોરબકોર,
કહેવા લાગ્યા પુરજનો વાનર આ તો ઓર.
વાનર ના સામાન્ય આ, ધરી સુરે કાયા,
બચાવી શકે કો હવે, રચી પ્રબળમાયા.
અનાથની પેઠે જલે પુર સઘળુંયે આ,
સાઘુઅવજ્ઞાનું મળ્યું ફળ કેવું કટુ હા !
ક્ષણભરમાં સઘળું નગર દીધું સળગાવી,
એક વિભીષણભવનને નાખ્યું ના બાળી.
અનલતણા સ્વામીતણા દૂત હતા હનુમાન
અનલે ન બળ્યા એટલે, સુરક્ષિત રહ્યો પ્રાણ.
લંકા સળગાવી પડયા કૂદી સિંધુમહીં
પરિશ્રમ દૂર કર્યો, થઈ હાનિ જરાય નહીં.
લઘુસ્વરૂપ ધારી ફરી સીતાપાસ ગયા
હાથ જોડતાં વંદતાં શબ્દો સરસ કહ્યા.