हनुमान की पूँछ जलाई गई
पूँछ हीन बानर तहँ जाइहि । तब सठ निज नाथहि लइ आइहि ॥
जिन्ह कै कीन्हिसि बहुत बड़ाई । देखउँ मैं तिन्ह कै प्रभुताई ॥१॥
Poonchh-heen baanar tah jaaehi Tab sath nij naathhi lai aaihi ।
Jinh kai keenhisi bahut badaai Dekhu mai tinh kai prabhutaai ॥
बचन सुनत कपि मन मुसुकाना । भइ सहाय सारद मैं जाना ॥
जातुधान सुनि रावन बचना । लागे रचें मूढ़ सोइ रचना ॥२॥
Bachan sunat kapi man musukaana Bhai sahaay saarad mai jaana ।
Jaatudhaan suni Raavan bachana Laage rachai moodh soi rachana ॥
रहा न नगर बसन घृत तेला । बाढ़ी पूँछ कीन्ह कपि खेला ॥
कौतुक कहँ आए पुरबासी । मारहिं चरन करहिं बहु हाँसी ॥३॥
Raha na nagar basan ghrut tela Baadhee poonch keenh kapi khela ।
Kautik kah aae purbaasee Maarahi charan karahi bahu haasee ।
बाजहिं ढोल देहिं सब तारी । नगर फेरि पुनि पूँछ प्रजारी ॥
पावक जरत देखि हनुमंता । भयउ परम लघुरूप तुरंता ॥४॥
Baajahi dhol dehi sab taaree Nagar pheri puni poonch prajaaree ।
Paavak jaat dekhi Hanumanta Bhayau param lafghuroop turanta ।
निबुकि चढ़ेउ कपि कनक अटारीं । भइँ सभीत निसाचर नारीं ॥५॥
Nibuki chadheu kapi kanak ataaree Bhai sabheet nisaachar naaree ॥
(दोहा)
हरि प्रेरित तेहि अवसर चले मरुत उनचास ।
अट्टहास करि गर्जा कपि बढ़ि लाग अकास ॥ २५ ॥
Hari prerit tehi avasar chale marut unachaas ।
Attahaas kari garja kapi badhi laag akaas ॥
હનુમાનજીની પૂંછડી સળગાવવામાં આવી
(દોહરો)
પુચ્છહીન શઠ છેવટે સ્વામીપાસ જશે
વાનરસ્વામી પુરમહીં પ્રવેશ ને કરશે.
કરી બડાઈ જેહની પેટ ભરી એણે
પ્રભુતા મળશે પેખવા એની ને એને.
વચન સુણી હનુમાન એ મલકાયા મનમાં,
માન્યું સહાય શારદા કરી રહી ક્ષણમાં.
વસન નગરમાં કે રહ્યાં તેલ તથા ઘૃત ના,
સુદીર્ઘ પુચ્છ કર્યું તરત હનુમાને હસતાં.
પુરવાસી કૌતુક મળ્યા જોવા ત્યાં ટોળે,
લાગ્યા લાત લગાવવા હાસ્ય અને શોરે.
ઢોલ વગાડયાં પુરજને તાળીઓ પાડી,
કપિને નગરે ફેરવી આગ અતિ લગાડી.
પાવક પેખી રૂપ લઘુ પવનસુતે લીધું,
શરીરને લવલેશ ના દગ્ધ થવા દીધું.
નાગપાશથી નીકળી કનકઅટારીપે
ગયા પહોંચી, સ્ત્રી બની ભીત દેખતાં એ.
ઓગણપચાસ મરુત ત્યાં હરિપ્રેરિત પ્રગટયા,
વધી અટ્ટહાસે સતત કપિ નભને અડકયા.