हनुमानजी श्रीराम को मिले
जामवंत कह सुनु रघुराया । जा पर नाथ करहु तुम्ह दाया ॥
ताहि सदा सुभ कुसल निरंतर । सुर नर मुनि प्रसन्न ता ऊपर ॥१॥
Jaamvant kah sunu Raghuraaya Jaa par naath karahu tumh daaya ।
Taahi sada subh kusal nirantar Sur nar muni prasannata upar ॥
सोइ बिजई बिनई गुन सागर । तासु सुजसु त्रैलोक उजागर ॥
प्रभु कीं कृपा भयउ सब काजू । जन्म हमार सुफल भा आजू ॥२॥
Soi bijai binai gun saagar Taasu sujasu trailok ujaagar ।
Prabhu kee krupa bhayau sabu kaaju Janma hamaar safal bhaa aaju ॥
नाथ पवनसुत कीन्हि जो करनी । सहसहुँ मुख न जाइ सो बरनी ॥
पवनतनय के चरित सुहाए । जामवंत रघुपतिहि सुनाए ॥३॥
Naath pavansut keenhi jo karanee Sahasahu much na jaai so baranee ।
Pavantanay ke charit suhaae Jaamavant Raghupatihi sunaae ॥
सुनत कृपानिधि मन अति भाए । पुनि हनुमान हरषि हियँ लाए ॥
कहहु तात केहि भाँति जानकी । रहति करति रच्छा स्वप्रान की ॥४॥
Sunat krupaanidhi man ati bhaae Puni Hanumaan harashi hiy laae ।
Kahahu taat kehi bhaanti Jaanakee Rahati karati rachchha swapraan kee ॥
(दोहा)
नाम पाहरू दिवस निसि ध्यान तुम्हार कपाट ।
लोचन निज पद जंत्रित जाहिं प्रान केहिं बाट ॥ ३० ॥
Naam paaharu divas nisi dhyaan tumhaar kapaat ।
Lochan nij pad jantrit jaahi praan kehi baat ॥
હનુમાનજી રામને મળે છે
બોલ્યા જામવંત રઘુરાય, તમે જેને કરો છો સહાય,
શુભ કુશળ તે મંગલ તેનું, શકે કોણ બગાડી એનું ?
એની ઉપર સર્વ પ્રસન્ન થાય, કરો કૃપાનું વર્ષણ
તે જ વિજયી વિનયી ગુણસાગર યશ પામે ત્રિલોકઉજાગર.
થયું પ્રભુની કૃપાથી કાજ, જન્મ સફળ અમારો આજ.
કરી પવનસુતે જે કરણી મુખે સહસ્ત્ર જાય ના વરણી.
જામવંતે સુણાવ્યું ચરિત્ર, સુણ્યું રામે લગાડીને ચિત્ત;
થયા મુદિત કૃપાનિધિ રામ ભેટયા હનુમાનને કૃતકામ.
(દોહરો)
કેવી રીતે જાનકી વસી રહી વનમાં,
ધારે કેમ કરી વળી પ્રાણ કહો તનમાં ?
નામ પહેરેગીર ને ધ્યાન તમારું કમાડ,
લોચન નિજ પદમાં સ્થિર, પ્રાણ જાય કયી વાટ ?
રાતદિવસ અંતર કરે તમારી જ પૂજા
બોલ્યા કપિવર દેવ ના કોઈએ દૂજા.