माल्यवान विभीषण से सहमत
माल्यवंत अति सचिव सयाना । तासु बचन सुनि अति सुख माना ॥
तात अनुज तव नीति बिभूषन । सो उर धरहु जो कहत बिभीषन ॥१॥
Malyavant ati sachiv sayaana Taasu bachan suni ati such maana ।
Taat anuj tav neeti Bibheeshan So ur dharahu jo kahat Bibheeshan ॥
रिपु उतकरष कहत सठ दोऊ । दूरि न करहु इहाँ हइ कोऊ ॥
माल्यवंत गृह गयउ बहोरी । कहइ बिभीषनु पुनि कर जोरी ॥२॥
Ripu utakarash kahat sath dou Doori na karahu iha hai kou ।
Malyavant gruh gayau bahoree Kahai Bibheeshan puni kar joree ॥
सुमति कुमति सब कें उर रहहीं । नाथ पुरान निगम अस कहहीं ॥
जहाँ सुमति तहँ संपति नाना । जहाँ कुमति तहँ बिपति निदाना ॥३॥
Sumati kumati sab ke ur rahahee Naath puran nigam as kahahee ।
Jaha sumati tah sampati nana Jaha kumati tah bipati nidaana ॥
तव उर कुमति बसी बिपरीता । हित अनहित मानहु रिपु प्रीता ॥
कालराति निसिचर कुल केरी । तेहि सीता पर प्रीति घनेरी ॥४॥
Tav ur kumati basi bipareeta Hit anahit maanahu ripu preeta ।
Kaalraati nisichar kul keree Tehi Sita par preeti ghaneree ॥
(दोहा)
तात चरन गहि मागउँ राखहु मोर दुलार ।
सीत देहु राम कहुँ अहित न होइ तुम्हार ॥ ४० ॥
Taat charan gahi maagau raakhahu mor dulaar ।
Sita dehu Raam kahu ahit na hoi tumhaar ॥
માલ્યવાન વિભીષણની વાત સાથે સંમત થાય છે
(દોહરો)
બુદ્ધિમાન મંત્રી હતો માલ્યવાન નામે,
એને એ શબ્દો સુણી શાંતિ થઈ પ્રાણે.
વિભીષણ કહ્યું એહણે, નીતિવિભૂષણ છે,
ધારણ અંતરમાં કરો, કહે સત્યને એ.
બોલ્યો રાવણ શઠ ઉભય રિપુનો મહિમા ગાય,
શીખ મને આપી રહ્યા, દૂર ભલે તે થાય.
સુમતિ કુમતિ સૌના ઉરે નિશદિન નાથ રહે,
વિભીષણ વદ્યા, વેદ ને પુરાણ એમ કહે.
સુમતિ હોય સંપત્તિ ત્યાં વિભિન્ન વાસ કરે,
કુમતિ હોય ત્યાં વરસતી વિપત્તિ ખરે.
કુમતિ વસી વિપરીત છે તમારા ઉરમહીં
તેથી નિજ કલ્યાણનો કરો વિવેક નહીં.
હિતને અહિત ગણી રહ્યા રિપુને મિત્ર વળી
રાક્ષસ કુળરાત્રી સમી સ્ત્રી પર પ્રીત કરી.
અરજ કરું છું પ્રેમથી પગ પકડીને ભ્રાત,
સીતા અર્પો રામને, દૂર કરી દો ઘાત.