रावण ने विभीषण पर चरणप्रहार किया
बुध पुरान श्रुति संमत बानी । कही बिभीषन नीति बखानी ॥
सुनत दसानन उठा रिसाई । खल तोहि निकट मृत्य अब आई ॥१॥
Budh puraan shruti sammat baanee Kahi Bibheeshan neeti bakhanee ।
Sunat dasaanan utha risaai Khal tohi nikat mrutyu ab aai ॥
जिअसि सदा सठ मोर जिआवा । रिपु कर पच्छ मूढ़ तोहि भावा ॥
कहसि न खल अस को जग माहीं । भुज बल जाहि जिता मैं नाहीं ॥२॥
Jiasi sada sath mor jiaava Ripu kar pachchha moodh tohi bhaava ।
Kahasi na khal as ko jag maahee Bhuj bal jaahi jita mai naahee ॥
मम पुर बसि तपसिन्ह पर प्रीती । सठ मिलु जाइ तिन्हहि कहु नीती ॥
अस कहि कीन्हेसि चरन प्रहारा । अनुज गहे पद बारहिं बारा ॥३॥
Mam pur basi tapasinh par preetee Sath milu jaai tinhahi kahu neetee ।
As kahi keenhesi charan prahaara Anuj gahe pad baarahi baara ॥
उमा संत कइ इहइ बड़ाई । मंद करत जो करइ भलाई ॥
तुम्ह पितु सरिस भलेहिं मोहि मारा । रामु भजें हित नाथ तुम्हारा ॥४॥
Uma sant kai ihai badaai Mand karat jo karai bhalaai ।
Tumh pit saris bhalehi mohi maara Raamu bhaje hit naath tumhaara ॥
सचिव संग लै नभ पथ गयऊ । सबहि सुनाइ कहत अस भयऊ ॥५॥
Sachiv sang lai nabh path gayhaoo Sabahi sunaai kahat as bhayaoo ॥
(दोहा)
रामु सत्यसंकल्प प्रभु सभा कालबस तोरि ।
मैं रघुबीर सरन अब जाउँ देहु जनि खोरि ॥ ४१ ॥
Raam satyasankalp prabhu sabha kaalbas tori ।
Mai Raghubeer saran ab jaau dehu jani khori ॥
રાવણ વિભિષણને લાત મારે છે
બુધપુરાણ શ્રુતિસંમત વાણ વદ્યા વિભીષણ નીતિ મહાન,
ક્રોધિત થયો દશાનન તોય, ખલ છે મૃત્યુ નિકટ તુજ ઘોર.
જીવે શઠ મુજથી તું રોજ છતાં શત્રુની કરતો ખોજ,
પસંદ રિપુનો પક્ષ કરે, મારું હિત ના ધ્યાન ધરે.
એવું જગમાં કોણ નથી હાર્યું જે નવ શક્તિથકી ?
મુજ પુર વસી તપસ્વીપ્રીત; તેને મળતાં શીખવ નીતિ;
કહીને કર્યો ચરણપ્રહાર; ગ્રહ્યા પદ છતાં વારંવાર.
મહાનતા એ સંતતણી, કરે અમંગલ કદી નહીં,
દુર્જનનું પણ શુભ જ કરે, વિષને બદલે સુધા ધરે.
માર્યો મુજને ભલે તમે, માતાપિતાસમ પૂજ્ય તમે,
તોપણ વચનો સત્ય કહું રામભજનમાં શ્રેય રહ્યું.
(દોહરો)
વદતાં એમ વિભીષણ સચિવ લઈને સાથ
નભમાર્ગે આગળ વધ્યા ફરી કહીને વાત.
રામ સત્યસંકલ્પ પ્રભુ, સભા કાળવશ આ,
દોષ ન દેશો રામના જઉં શુચિ ચરણમાં.