लंका पर आक्रमण करने के लिए समुद्र पार करने की समस्या
अस प्रभु छाड़ि भजहिं जे आना । ते नर पसु बिनु पूँछ बिषाना ॥
निज जन जानि ताहि अपनावा । प्रभु सुभाव कपि कुल मन भावा ॥१॥
As prabhu chhadi bhajahi je aana Te nar pasu binu poonch bishaata ।
Nij jan jaani taahi apanaava Prabhu subhaav kapi kul man bhaava ॥
पुनि सर्बग्य सर्ब उर बासी । सर्बरूप सब रहित उदासी ॥
बोले बचन नीति प्रतिपालक । कारन मनुज दनुज कुल घालक ॥२॥
Puni sarbagya sarb ur baasee Sarbaroop sab rahit udaasee ।
Bole bachan neeti pratipaalak Kaaran manuj danuj kul ghaalk ॥
सुनु कपीस लंकापति बीरा । केहि बिधि तरिअ जलधि गंभीरा ॥
संकुल मकर उरग झष जाती । अति अगाध दुस्तर सब भाँती ॥३॥
Sunu kapees Lankaapati bera Kehi bidhi taria jaladhi gambheera ।
Sankul maker urag zash jaatee Ati agaadh duster sab bhaantee ॥
कह लंकेस सुनहु रघुनायक । कोटि सिंधु सोषक तव सायक ॥
जद्यपि तदपि नीति असि गाई । बिनय करिअ सागर सन जाई ॥४॥
Kah Lankesh sunahu Raghunaayak Koti sindhu soshak tav saayak ।
Jadyapi tadapi neeti asi gaai Binay karia saagar san jaai ॥
(दोहा)
प्रभु तुम्हार कुलगुर जलधि कहिहि उपाय बिचारि ।
बिनु प्रयास सागर तरिहि सकल भालु कपि धारि ॥ ५० ॥
Prabhu tumhaar kulagur jaladhi kahihi upaay bichaari।
Binu prayaas saagar tarihi sakal bhaalu kapi dhaari ॥
લંકા પર આક્રમણ કરવા સમુદ્ર ઓળંગવાની સમસ્યા
(દોહરો)
એવા પ્રભુને ત્યાગતાં અન્યને ભજે જે
પુચ્છશૃંગવિણ નર રૂપે માની લો પશુ તે.
નિજ જન જાણી ભક્તને સત્વર અપનાવ્યો
સ્વભાવ પ્રભુનો એ સકળ કપિકુળને ભાવ્યો.
સર્વરૂપ સર્વજ્ઞ ને વ્યાપક છતાં ઉદાસ
સર્વરહિત સૌના ઉરે કરતા નિશદિન વાસ,
નીતિતણા રક્ષક બન્યા માનવ ભક્તોકાજ
રાક્ષસકુળનાશક વદ્યા રામ ગરીબનિવાજ.
લંકાપતિ સુગ્રીવ બે વિચારી વદો વીર
તરવો કયા ઉપાયથી જલધિ હવે ગંભીર.
મગર સર્પ મીને ભર્યો અર્ણવ ખરે અપાર
દુસ્તર સર્વપણે કહ્યો શેં પહોંચાયે પાર ?
રામ, તમારું શર શકે કોટિ સિંધુ શોષી,
લંકેશ વદ્યા, નીતિ પણ દર્શાવું થોડી.
સમુદ્રપાસ પહોંચતાં કરો વિનય પ્રેમે,
કુળગુરુ સિંધુ ઉપાય તો કહેશે એ કેમે.
સેના કપિ ને ભાલુની વિના પરિશ્રમ એમ
તરશે દુસ્તર સિંધુને નિમીષમાં સપ્રેમ.