if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગંગાના પવિત્ર તટ પર સમીસાંજે સંધ્યાની સુરખિ સાથે સ્પર્ધા કરતી બે ચિતા બળતી હતી. એક ગામની સાધારણ સ્ત્રીની ને બીજી ગામથી દૂર રહેનારી રાજમાતાની.

રાજમાતાની ચિતા ભારે ભભકાદાર હતી. એની આજુબાજુ પડદા કરેલા. એમાં અનેકાનેક સુવાસિત પદાર્થો પણ ભરેલા.

રાજમાતાની ચિતા ચંદનની હતી. પડદાની ઉપર પહોંચીને એણે પશ્ચિમની પેલી બળબળતી ચિતાને તિરસ્કારની નજરે જોઈને કહેવા માંડ્યું, અભાગિની, તારી તે કાંઈ કિંમત છે ? મારી તરફ જોઈને જરા વિચાર તો કર. હું કેટલી બધી સુંદર ને સુવાસિત દેખાઉં છું ! સમ્રાટના સૈનિકો મને સલામી ભરે છે, ને રાજપુરુષો ને મોટા માણસો મને નમન કરીને માન આપે છે. મારું સૌભાગ્ય તો જો. મારી આગળ તું કેવી કંગાળ લાગે છે !

બાવળની ચિતાએ કહ્યું : બેન, સલામી તને નહિ પણ રાજમાતાને અપાય છે તેની તને ખબર નથી. બાકી સાચી વાત, તો એ છે કે આપણે એક જ છીએ. એક જ કામ કરીએ છીએ. તું ગુમાની છે છતાં કોઈને કાંઈ જીવન નથી આપી શકતી. રાખમાં પરિપૂર્ણપણે પલટાઈ જઈએ તે પહેલાં આવ, આપણે એક થઈએ, સંસારની સેવા કરીએ.

ચંદનની ચિતાનું ગુમાન ગળી ગયું. કહે છે કે એને આલિંગન આપવા એણે ધૂળનું રૂપ ધારણ કર્યું.

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.