Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારા જરી જેટલા જીવનમાં તમે કેટલાં બધાં મૂલ્યવાન છો, તમારું મહત્વ કેટલું બધું મોટું છે, તે કેમ કરીને કહી બતાવું ?

સમુદ્રમંથનમાંથી લાંબે વખતે અમૃત મળ્યું તે જીવનના જટિલ જુગજૂના મંથનમાંથી દેવતાના વરદાનની જેમ મને તમારી પ્રાપ્તિ થઈ. મારું સમસ્ત જીવન તમારે લીધે સ્નેહમય, સુધાસભર, સ્વર્ગીય થઈ ગયું.

આંખમાં તમારા અનુરાગનું અંજન, શ્વાસમાં તમારા સ્વરૂપની સુધા, અંતરમાં તમારા આલિંગનનો આનંદ ભરીને સંસારમાં તમારી સાથે શ્વાસ લઈશ, ને જીવનને કૃતાર્થ કરીશ.

એ નવજીવનના પ્રવેશના પ્રારંભરૂપે જ તમારો મેળાપ થયો.

(૨૪-૨-૧૯૬૦, બુધવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)