Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મારી નાનીમોટી બધી જ પ્રવૃત્તિનું પરમ ધ્યેય એકમાત્ર તમારી પ્રસન્નતા ને સેવા છે. એ માટે જ મારા શ્વાસોશ્વાસ છે. મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય તમારી સેવા, પૂજા, પ્રસન્નતા છે.

મારું હલનચલન, પરિભ્રમણ, લેખન, કવન, બધું એ માટે જ થયા કરે છે. એ માટે જ મારી જાગૃતિ છે; એ માટે જ છે મારી નિદ્રા તથા તંદ્રા.

તમારી પ્રસન્નતા ને પૂજાથી અધિક મારે મન કશું જ નથી. એ માટે જ છે મારું દેહધારણ.

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)