વનની વિજન વાટમાં, જ્યાં ઉનાળાનો તાપ માઝા મૂકતાં તપતો ત્યાં, એ માયાળુ મુસાફરે એક લીમડાનું ઝાડ રોપ્યું.
થોડા વખતમાં લીમડો ભારે ઘટાદાર બની ગયો. માર્ગે જતા મુસાફરો એની શીતળ છાયામાં વિશ્રાંતિ કરવા લાગ્યા; કોઈએ એની નીચે પરબ બેસાડી; પંખીએ એમાં માળા બાંધ્યા. વિજન વન ને વનના એ વડલામાં આનંદનો ઉત્સવ થઈ રહ્યો. માર્ગની શોભા તો વધી જ, પણ માનવ ને પશુના કલ્યાણનું એક કલ્યાણકારક કામ પણ થઈ ગયું.
પેલા વૃદ્ધ વનવાસી પાસેથી એ વાત સાંભળી છે ત્યારથી કવિતાની મારી આરાધના અનેકગણી વધી ગઈ છે, પ્રબળ થઈ છે.
(૨૯-૫-૧૯૬૦, રવિવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

