તમારા વિશાળ વિશ્વમંદિરની એક ઓરડીમાં, એકાદ નાનાસરખા ખૂણામાં બેસીને, તમારા ગૌરવગીતને ગાયા કરું છું. એ રીતે તમને નેહમાં ન્હવડાવવાની સાથેસાથે તમારા નેહમાં નાહ્યા કરું છું.
આજ કામ તમે મને સોંપ્યું છે, તેને હું સંપૂર્ણ વિશ્વાસ ને વફાદારીથી કરી રહ્યો છું.
આ જ મારી સેવા, પૂજા, આરતી, પ્રસાદની સામગ્રી છે, ને મારી રહીસહી સાધના પણ આમાં જ સમાઈ જાય છે.
મારી પાસે જે કાંઈ છે તે ગીતોના રૂપમાં તમને અર્પણ કરીને હું પ્રસન્ન થઉં છું, કૃતાર્થતાનો અનુભવ કરું છું.
ગીત મારું દિલ છે, પણ પૂરું દિલ નથી, એ યાદ રાખજો.
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

