Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સુરસરિની શુચિતા,
ગિરિમાળાની ગંભીરતા,
ફૂલોની ફોરમ, મધની મધુતા,
ધરિત્રીની તિતિક્ષા, સમુદ્રની સહિષ્ણુતા,
લહરીની લલિતતા,
વ્યોમની વ્યાપકતા,
ચંદનની સૌરભ, શીતળતા,
ચંદ્રિકાની ચારુતા,
કમળની કમનીયતા, કર્દમરહિતતા,
સંગીતની તાલબધ્ધતા,
વર્ષાનું સંજીવન,
દીપિકાની તેજોમયતા.

સૌના સંપુટસરખાં, સમન્વયશાં તમે
વારંવારં તમોને વંદન કરીએ અમે.

 - શ્રી યોગેશ્વરજી