Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હોત કર્મ તમે ન કોઇયે કર્યું
ઐતિહાસિક નોંધપાત્ર ભલે અહીં
જન્મ પામીને નિમિત્ત જ માત્ર જો
બન્યાં હોત મને જગે જન્માવવા,

હોત તો કલ્યાણકાર્ય મહા કર્યું
યશસ્વી જીવન સફળ સઘળું થયું
ધન્ય સાર્થ શરીરધારણ હોત જો
એટલું કલ્યાણકાર્ય તમે કર્યું.

પુનઃ પ્રકટો જો કદી પૃથ્વી પરે
હો પુનઃ મારે પ્રકટવાનું વળી
જનેતા તમને પસંદ કરું ફરી
તમોને ગૌરવ ધરું માતૃત્વનું,

એ જ આકાંક્ષા પ્રકટવું ગોદમાં
હોય તો તમને જ લ્હાવ રહું ધરી.

- શ્રી યોગેશ્વરજી