મને જીવનનો મોહ નથી, મરણનો ભય.
જે વખતે જે થવાનું હશે
થશે.
ભલે થતું.
હું ઠેકાણે છું,
મારા ભગવાનની પાસે છું.
મને નિરાંત છે.
એ હતા તમારા ઉદગારો.
તમારા વિના કોના મુખમાંથી નીકળી શકે
સંબંધીએ પૂછયું કાંઈ કહેવું છે,
તમે કહ્યું ના.
મને નિરાંત છે. શાંતિ છે,
ભગવાનને ના ભૂલશો.
ભજજો.
તમે શાંતિ સાથે વિદાય લીધી
સંતોષ સાથે વિદાય
તમને નહીં, જીવનને તમારો મોહ હતો
મરણને મરણ મટી જવાનો ભય.
એ રહી ગયો.
- શ્રી યોગેશ્વરજી