Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ જિંદગી પુનિત મંગલ એક યાત્રા
ના વેઠ ક્લેશ નવ બોજ ઉપાધિ કોઇ
ના કષ્ટકારક ક્રિયા અભિશાપ ભારે
છે કિન્તુ દિવ્ય વિભુનું વરદાન વિશ્વે.

છે પંથની પરબ પાંથતણો વિસામો
મીઠો પડાવ પરદેશતણી દિશાનો.
કેડી સુનિશ્ચિત મહા શુચિ સાધનાની,
વિશ્વંભરે વિહરવા વરણી કરેલી
કલ્યાણકુંજ કવિતા મધુ પૂર્ણતાની.

સેવી સદા સુભગ એમ વિચારધારા
જીવ્યાં તમે નિત પ્રસન્ન અલિપ્ત ન્યારાં,
દ્વંદ્વો થકી નવ ડર્યાં ન ડગ્યાં જરાયે
ચાલ્યાં ગયાં સફળ યાત્રિકશાં સવારે.

સંદેશ શાશ્વત ધર્યો નિજ શાંત માતા,
આ જિંદગી પરમમંગલ પુણ્યગાથા.

 - શ્રી યોગેશ્વરજી