Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

પ્રત્યક્ષ દેવ પૃથિવી પર કોણ ?
સૂર્ય ?
ના. ચંદ્ર ?
ના. અનિલ, અગ્નિ, વિશાળ વ્યોમ ? પૃથ્વી ?
નહીં. સરિતા-સાગર-વૃક્ષ-વેલી?
ના. વૃષ્ટિ? વૃષ્ટિય નહીં.
સહુ તત્વ દૈવી
પ્રત્યક્ષ એ પરમદેવતણાં પ્રતીક.
પ્રત્યક્ષ કિન્તુ મહિમામય દેવદેવ
છે માનવી; મનુજમાં મધુમૂર્તિ માતા.

દેવોતણા શુચિ સમુચ્ચયશી પ્રતાપી
મા દેવની પ્રભુતણી જનની વિધાત્રી;
જેનું પવિત્ર પયપાન કરે ત્રણે એ.

જે મૂત્ર ને મળ ધુએ શિશુના સપ્રેમ,
દુઃખી થતાં શિશુ રડે અતિ થાય દુઃખી,
ઇચ્છે સદાય સુખ શાંતિ સમૃદ્ધિ એની
સન્માન દે સુત કરે અપમાન તોયે.

પ્રાર્થે બધાં સુખ ધરો સહુને પરંતુ
એ પ્રાર્થતી સુખ ધરો શિશુને, લઇ લો
ને શાંતિ કે સુખ મહારું જરૂર હો તો
બંધાય મુક્ત કરવા શિશુ મુક્ત માતા.

 - શ્રી યોગેશ્વરજી