વિશ્વવિદ્યાલય પ્રવેશ કરી અહીં
તમે ડિગ્રી મેળવી કોઇ નહીં;
અલ્પ ભણતર ભણ્યા કૌમાર્યે તમે
પૂછતાં કો'દી કહેતાં તો તમે
ચાહવા ભણવાં છતાં ભણવાતણી
વધારે અનુકૂળતા મળતી નહીં;
રહેતાં સ્વજનો ન આવશ્યક જરી
કુમારીને કારકિર્દી સ્કૂલની.
વિશ્વવિદ્યાલયતણી ડિગ્રી તમે
મેળવી ના નામમાત્ર ભણ્યાં ભલે,
અલ્પ ભણતર કિન્તુ ગણતરથી વધ્યાં
સદા આગળ અનેરું ચણતર કર્યું,
વિશ્વવિદ્યાલયમહીં બ્રહ્માંડના
ભણી જીવન મહાવિદ્યાલય ગણ્યું.
- શ્રી યોગેશ્વરજી