Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

માતા થઇ શિશુતણી જગમાં અનેક
સંતાન માત ગણતાં નિજ જેમને ને
સંભાળતાં સુખ પ્રદાન કરી રહેતાં
સાભાર સાદર ભજી અતિપૂજ્યભાવે

સન્માનતાં નિત કરી રસસાથ સેવા.
માતા થઇ, હજુ  થતી જગમાં અનેક
જે મૃત્યુ બાદ પણ યાદ કરાય નિત્ય
શ્રદ્ધા થકી જગવતાં અણમોલ પ્રીત.

વ્યક્તિત્વ અદભૂત તમારું ખરે નિરાળું,
માતૃત્વ સુંદર ઉદાત્ત અતીવ ન્યારું.
માતા બન્યાં ઉભયને અમ જન્મ આપી
માતા થઇ પણ ગયા મમતાળુ સૌનાં

કાલાંતરે ગુણ થકી, સહુ માત નામે
બોલાવતા અનુભવી કૃતકૃત્યતાને
માતા બની શિશુતણી જગમાં અનેક,
માતા થઇ જગતની પણ કો'ક એક.

- શ્રી યોગેશ્વરજી