Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

યોગી અસંગ બનવા પરમાત્મ લીન
એકાંત શાંત સ્થળમાં દિવસો વિરાજે
જ્યાં વાયુ લહર ના જ શકે પ્રવેશી
એવા પ્રશાંત સ્થળની સ્થિર જ્યોતિ જેમ

હાલ્યા વિના વિષયની લહરીથકી કે
પાર્થિવ વસ્તુ રસ વૃતિ વિકારથીયે.
યોગીથકી અધિક આત્મશક્તિ તમે બતાવી
ઝાંખી નિજાત્મબળની અદકી કરાવી;

એકાંતમાં સતત શોરબકોરમાં ને
દેશે વિદેશ વિચર્યા કટુ તેમ મીઠા
સંજોગમાં પણ અલિપ્ત રહી સદાયે,
સૌમાં રહી નિત રહ્યાં પરમાત્મ સાથે.

- શ્રી યોગેશ્વરજી