Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધર્મસંસ્થાપન પરમભક્તોતણી રક્ષા
અધર્મતણા અંત માટે માનવીમૂલ્યો
રક્ષવા દર્શાવવા લીલા વિવિધ કરવા
ધરિત્રીના તાપને સંતાપને હરવા

માનવીને યુગોયુગની પ્રેરણાને ધરવા
ઇશ્વરે લીધા જગતમાં મનાતા અવતાર
તિતીર્ષુને કરી દેવા અવિદ્યાથી પાર
દિવ્ય દર્શન આપવાને વળી વારંવાર.

કિન્તુ અંતે માતનું મનહર સ્વરૂપ ધર્યું
પ્રેમમય મધુતાથી મઢેલું શુચિ મમત્વભર્યું
થઇને નિર્બંધ કરવા પ્રગટ પ્રેમસ્વરૂપ
બન્યા માતા સગૌરવ સાનંદ જગના ભૂપ

પ્રાણ ત્યારે એમનો પામ્યો પરમસંતોષ
વિરલાએ ઓળખ્યા જોવા છતાં હરરોજ.

 - શ્રી યોગેશ્વરજી