Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હુતાશના આ પ્રકટી પુનઃ અહીં
એકાદ વર્ષે વિકરાળ જ્વાળા
કૃતાંતની જીવન ભક્ષવા જતી
પૃથ્વી તથા વ્યોમતણું છટાથી.

હુતાશની માનવની મને ને
ગૃહે કુટુંબે અવિરામ રાષ્ટ્રે
જલી રહી નિત્યનવી પ્રતિક્ષણે
અસંખ્ય એના પ્રગટી પ્રતીકશી.

હુતાશની સર્વ સ્થળે જલી રહી
વિદ્વેષ તૃષ્ણા પશુવાસનાની
આસક્તિ નિર્બંધ અહં મમત્વ ને
હિંસાતણી પ્રોજ્જવલ સર્વભક્ષી,

કોઇ તમારાસમ મુક્ત એથી
રહી શકે અદભૂત આત્મશક્તિથી.

 - શ્રી યોગેશ્વરજી