Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

થતી કલિયુગની અસર કોને નહીં,
યુગપ્રભાવતણાં પ્રબળ પવનોતણાં
રચાતાં તાંડવમહીં નિર્લિપ્તશા
રહી કોણ શકે, અને એવા વળી

કોણ માનવ હોય જે યુગને ઘડે ?
જે પવિત્ર પ્રશાંત નિર્ભય નિર્મમ
વીતરાગ સદૈવ જાગ્રત સંયત
લીન પરમાત્માતણા પ્રેમે રત.

અલિપ્ત રહ્યાં તમે કલિયુગથી સદા,
પ્રવેશ્યો કલિયુગ તમારામાં નહીં,
શક્યો સ્પર્શી ના તમોને સ્વપ્નમાં.
તમે સતયુગમાં વસ્યાં વિચર્યાં રમ્યાં,

યુગ હતાં ન્યારાં તમે યુગમાં અહીં,
થઇ કલિયુગની અસર તમને નહીં.

 - શ્રી યોગેશ્વરજી