Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હતાં તમારાં બે જ નયન પણ એવું લાગે મુજને
અનંત નયનો દ્વારા નીરખો તજ્યા પછીથી તનને.

બે જ શ્રવણ સ્થૂળપણે કરતાં પૃથ્વીપટ પર ત્યારે,
અનંત શ્રવણે હવે સાંભળો અનુભવાય છે આજે.

સીમિત વાણી હતી પહેલાં શરીર ધાર્યું ત્યારે,
અસંખ્ય વદને વચને ઉચ્ચરો ગયા પછી અત્યારે.

સહસ્ત્ર હાથે સહસ્ત્ર ચરણે કરી રહ્યાં છો સેવા,
તનને ત્યાગ્યું તોપણ દીસો શાશ્વત નૂતન જેવાં.

સ્વલ્પ શક્તિ ને સંનિધિ થોડી હતી પહેલાં ન્યારી,
હવે સર્વદેશીય બન્યાં છો શક્તિ સનાતન ધારી.

માતા બન્યાં ગણ્યાંગાંઠ્યાં શરીરમાં રહ્યાં ત્યારે,
સ્વરૂપમાં લીન થતાં તમને માત ગણ્યાં હજારે.

 - શ્રી યોગેશ્વરજી