Uttar Kand
Opening verses
मंगलाचरण
(श्लोक)
केकीकण्ठाभनीलं सुरवरविलसद्विप्रपादाब्जचिह्नं
शोभाढ्यं पीतवस्त्रं सरसिजनयनं सर्वदा सुप्रसन्नम।
पाणौ नाराचचापं कपिनिकरयुतं बन्धुना सेव्यमानं
नौमीड्यं जानकीशं रघुवरमनिशं पुष्पकारूढरामम ॥ १ ॥
कोसलेन्द्रपदकञ्जमञ्जुलौ कोमलावजमहेशवन्दितौ।
जानकीकरसरोजलालितौ चिन्तकस्य मनभृङ्गसड्गिनौ ॥ २ ॥
कुन्दइन्दुदरगौरसुन्दरं अम्बिकापतिमभीष्टसिद्धिदम।
कारुणीककलकञ्जलोचनं नौमि शंकरमनंगमोचनम ॥ ३ ॥
(दोहा)
रहा एक दिन अवधि कर अति आरत पुर लोग।
जहँ तहँ सोचहिं नारि नर कृस तन राम बियोग ॥
सगुन होहिं सुंदर सकल मन प्रसन्न सब केर।
प्रभु आगवन जनाव जनु नगर रम्य चहुँ फेर ॥
कौसल्यादि मातु सब मन अनंद अस होइ।
आयउ प्रभु श्री अनुज जुत कहन चहत अब कोइ ॥
भरत नयन भुज दच्छिन फरकत बारहिं बार।
जानि सगुन मन हरष अति लागे करन बिचार ॥
*
MP3 Audio
*
મંગલાચરણ
મયૂરકંઠ સરખો જેમનો નીલવર્ણ છે,
દેવોમાં શ્રેષ્ઠ, શોભે જે ભૃગુપાદાબ્જ ચિહ્નથી;
શોભાથી પૂર્ણ છે જે સરસિજનયન પીતવસ્ત્ર પ્રસન્ન,
હાથે સારંગબાણ કપિનિકરયુત બંધુથી સેવ્યમાન,
વંદુ છું જાનકીશ રઘુકુળવર એ પુષ્પકારૂઢ રામ.
કોશલેન્દ્ર પદકંજ કોમળ, મંજુ શંભુ અંજદેવ વંદિત,
જાનકી કરસરોજલાલિત, ચિંતનાર મનભૃંગનાં પ્રિય.
કુંદઈન્દુદર ગૌરસુંદર, અંબિકાપતિ અભીષ્ટસિદ્ધિદ,
કારુણીક કલકંજ લોચન, શંભુ વંદન અનંગમોચન.
(દોહરો)
રહ્યો એક દિન અવધિનો; અતિ આતુર પુરલોક,
જ્યાં ત્યાં રામવિયોગનો અનુભવી રહ્યો શોક.
ત્યાં જ થયા સુંદર શુકન, બન્યા બધાય પ્રસન્ન;
પ્રભુનું સ્વાગત સૂચવી નગર થઈ રહ્યું રમ્ય.
કૌશલ્યાશી માતને આનંદ થયો એમ,
સીતા લક્ષ્મણ રામની વધામણી હો જેમ.
જમણી ભુજા નયન વળી ફરક્યાં વારંવાર,
શુકન ગણી આનંદતાં ભરતે કર્યો વિચાર.