श्रीराम के आगमन का भरत को इंतजार
रहेउ एक दिन अवधि अधारा । समुझत मन दुख भयउ अपारा ॥
कारन कवन नाथ नहिं आयउ । जानि कुटिल किधौं मोहि बिसरायउ ॥१॥
अहह धन्य लछिमन बड़भागी । राम पदारबिंदु अनुरागी ॥
कपटी कुटिल मोहि प्रभु चीन्हा । ताते नाथ संग नहिं लीन्हा ॥२॥
जौं करनी समुझै प्रभु मोरी । नहिं निस्तार कलप सत कोरी ॥
जन अवगुन प्रभु मान न काऊ । दीन बंधु अति मृदुल सुभाऊ ॥३॥
मोरि जियँ भरोस दृढ़ सोई । मिलिहहिं राम सगुन सुभ होई ॥
बीतें अवधि रहहि जौं प्राना । अधम कवन जग मोहि समाना ॥४॥
(दोहा)
राम बिरह सागर महँ भरत मगन मन होत ।
बिप्र रूप धरि पवन सुत आइ गयउ जनु पोत ॥ १(क) ॥
बैठि देखि कुसासन जटा मुकुट कृस गात ।
राम राम रघुपति जपत स्त्रवत नयन जलजात ॥ १(ख) ॥
*
MP3 Audio
*
ભરત દ્વારા રામના આગમનની જોવાતી રાહ
રહ્યો એક દિન અવધિતણો, થઈ રહ્યો સંતાપ ઘણો;
આવ્યા કેમ ન હજુ પણ નાથ, છોડયો કુટિલ ગણી મુજ સાથ ?
પરમધન્ય લક્ષ્મણ બડભાગ રામચરણ જગવ્યો અનુરાગ;
કપટી કુટિલ મને પ્રભુ ગણ્યો, સાથ ન નાથે સ્વપ્ને ધર્યો.
કરણી મારી ધ્યાન ધરે કલ્પશત ન તો મુક્તિ મળે;
જનઅવગુણ પ્રભુ પણ ન જુએ દીનબંધુ અતિમૃદુલ ખરે.
દઢ વિશ્વાસ થતો મનમાંહ્ય મળશે રામ શુકન શુભ થાય;
અવધિ પછી જો રહેશે પ્રાણ મુજસમાન તો અધમ ન આન.
(દોહરો)
રામવિરહ સાગરમહીં ડૂબ્યો પ્રેમળ પ્રાણ,
વિપ્રવેશ ત્યાં પવનસુત પહોંચ્યા નાવસમાન.
કુશાસને જોયા ભરત જટામુકુટ કૃશકાય,
રામરામ જપતા સતત અશ્રુસહ નયનમાંહ્ય.