हनुमानजी ने श्रीराम के आगमन का समाचार भरत को दिया
देखत हनूमान अति हरषेउ । पुलक गात लोचन जल बरषेउ ॥
मन महँ बहुत भाँति सुख मानी । बोलेउ श्रवन सुधा सम बानी ॥१॥
जासु बिरहँ सोचहु दिन राती । रटहु निरंतर गुन गन पाँती ॥
रघुकुल तिलक सुजन सुखदाता । आयउ कुसल देव मुनि त्राता ॥२॥
रिपु रन जीति सुजस सुर गावत । सीता सहित अनुज प्रभु आवत ॥
सुनत बचन बिसरे सब दूखा । तृषावंत जिमि पाइ पियूषा ॥३॥
को तुम्ह तात कहाँ ते आए । मोहि परम प्रिय बचन सुनाए ॥
मारुत सुत मैं कपि हनुमाना । नामु मोर सुनु कृपानिधाना ॥४॥
दीनबंधु रघुपति कर किंकर । सुनत भरत भेंटेउ उठि सादर ॥
मिलत प्रेम नहिं हृदयँ समाता । नयन स्त्रवत जल पुलकित गाता ॥५॥
कपि तव दरस सकल दुख बीते । मिले आजु मोहि राम पिरीते ॥
बार बार बूझी कुसलाता । तो कहुँ देउँ काह सुनु भ्राता ॥६॥
एहि संदेस सरिस जग माहीं । करि बिचार देखेउँ कछु नाहीं ॥
नाहिन तात उरिन मैं तोही । अब प्रभु चरित सुनावहु मोही ॥७॥
तब हनुमंत नाइ पद माथा । कहे सकल रघुपति गुन गाथा ॥
कहु कपि कबहुँ कृपाल गोसाईं । सुमिरहिं मोहि दास की नाईं ॥८॥
(छंद)
निज दास ज्यों रघुबंसभूषन कबहुँ मम सुमिरन कर यो ।
सुनि भरत बचन बिनीत अति कपि पुलकित तन चरनन्हि पर यो ॥
रघुबीर निज मुख जासु गुन गन कहत अग जग नाथ जो ।
काहे न होइ बिनीत परम पुनीत सदगुन सिंधु सो ॥
(दोहा)
राम प्रान प्रिय नाथ तुम्ह सत्य बचन मम तात ।
पुनि पुनि मिलत भरत सुनि हरष न हृदयँ समात ॥ २(क) ॥
(सोरठा)
भरत चरन सिरु नाइ तुरित गयउ कपि राम पहिं ।
कही कुसल सब जाइ हरषि चलेउ प्रभु जान चढ़ि ॥ २(ख) ॥
*
MP3 Audio
*
હનુમાનજી રામના આગમનના સમાચાર લાવે છે
જોતાવેંત થયો અતિહર્ષ, પુલકિત તન લોચન જલસ્પર્શ;
મનમાં બહુ પ્રકાર સુખ માની બોલ્યા શ્રવણસુધાસમ વાણી.
જેની વિરહવ્યથા અનુભવો, જેના ગુણગણ સદા સ્તવો,
રઘુકુળતિલક સુજનસુખધામ સુરમુનિરક્ષક એ શ્રીરામ,
આવ્યા સીતાલક્ષ્મણસાથ ક્ષેમકુશળ જીતી રિપુ નાથ,
દેવ એમના યશને ગાય, દર્શક સઘળા પાવન થાય.
ભરત સુણીને ભૂલ્યા દુ:ખ તૃષાર્ત પામી જેમ પિયૂષ.
કોણ તમે ક્યાંથી આવ્યા, વચનો પરમપ્રિય સુણાવ્યાં;
મારુતસુત હું કૃપાનિધાન, નામ મારું છે કપિ હનુમાન.
(દોહરો)
દીનબંધુ છું રામનો નાનો સેવક હું;
સુણતાં તન પુલકિત બન્યું ભરતતણું સઘળું.
ભેટયા સાદર; ભેટતાં સ્નેહ સમાયો ના;
અશ્રુ વહેવા ઝરણશાં લાગ્યાં લોચનનાં.
દર્શનથી હનુમાન મુજ સંકટ સર્વ શમ્યાં,
રામ મળ્યા પ્રીતે મને તમારા જ રૂપમાં.
વારંવાર કુશળ સુણી બોલ્યા ભરત સપ્રેમ,
તમને શું આપું કહો, બદલો વાળું કેમ ?
*
આ સંદેશસદૃશ જગમાંહ્ય કર્યો વિચાર છે નહીં કાંય;
છૂટી શકીશ ઋણથી ના, પ્રભુનું ચરિત કહો અધુના.
ઢાળી હનુમંતે પદ શીશ રઘુપતિકેરું કહ્યું ચરિત્ર;
વદ્યા ભરત કપિ, મુજને રામ સ્મરે છે કદી દાસ સમાન ?
(છંદ)
નિજ દાસસમ રઘુવંશભૂષણ સ્મરણ રામે મુજ કર્યું ?
વચનો ભરતનાં નમ્ર સુણતાં કપિતણું અંતર દ્રવ્યું;
રઘુવીર જગના નાથ જેના ગુણોને સ્વમુખે કહે,
તે ભરત સદગુણસિંઘુ નમ્ર પવિત્ર શાને ના રહે ?
(દોહરો)
રામપ્રાણપ્રિય છો તમે, સત્ય કહું છું પ્રભો;
સુણી ભરત ભેટયા ફરી, હર્ષ ન જાય કહ્યો.
ભરતપદે પ્રણમી તરત આવ્યા કપિ પ્રભુ પાસ,
કુશળ સુણી હરખી ચઢયા રામ પુષ્પકે ખાસ.