श्रीराम का अयोध्या में आगमन
इहाँ भानुकुल कमल दिवाकर । कपिन्ह देखावत नगर मनोहर ॥
सुनु कपीस अंगद लंकेसा । पावन पुरी रुचिर यह देसा ॥१॥
जद्यपि सब बैकुंठ बखाना । बेद पुरान बिदित जगु जाना ॥
अवधपुरी सम प्रिय नहिं सोऊ । यह प्रसंग जानइ कोउ कोऊ ॥२॥
जन्मभूमि मम पुरी सुहावनि । उत्तर दिसि बह सरजू पावनि ॥
जा मज्जन ते बिनहिं प्रयासा । मम समीप नर पावहिं बासा ॥३॥
अति प्रिय मोहि इहाँ के बासी । मम धामदा पुरी सुख रासी ॥
हरषे सब कपि सुनि प्रभु बानी । धन्य अवध जो राम बखानी ॥४॥
(दोहा)
आवत देखि लोग सब कृपासिंधु भगवान ।
नगर निकट प्रभु प्रेरेउ उतरेउ भूमि बिमान ॥ ४(क) ॥
उतरि कहेउ प्रभु पुष्पकहि तुम्ह कुबेर पहिं जाहु ।
प्रेरित राम चलेउ सो हरषु बिरहु अति ताहु ॥ ४(ख) ॥
*
MP3 Audio
*
રામનું અયોધ્યામાં આગમન
રામ ભાનુકુળકમળ દિવાકર બતાવતાં પુર વદ્યા મનોહર,
અંગદ કપીશ હે લંકેશ, પાવન પુરી રુચિર આ દેશ.
કરે બધા વૈકુંઠ વખાણ, વેદપુરાણ જગતમાં જાણ;
અવધપુરીસમ પ્રિય નવ તે, જાણે કોઈ વિરલ જ એ.
જન્મભૂમિ મુજ સુંદર પુરી, ઉત્તરે રહી સરિતા સરી;
મજ્જન કરતાં વિના પ્રયાસ મુજ સમીપ નર પામે વાસ.
પુરવાસી અતિપ્રિય મુજને, સુખ દે પુર મુજ ધામ ધરે;
હરખ્યા કપિ સુણતાં પ્રભુ વાણ; ધન્ય અવધ કરે રામવખાણ.
(દોહરો)
જોઈ જનને આવતા કૃપાસિંધુ ભગવાન,
પ્રેરી રહ્યા, નગર નિકટ ઊતર્યું દિવ્ય વિમાન.
પુષ્પકને પ્રભુએ કહ્યું કુબેર પાસ જવા,
ચાલ્યું તે હર્ષિત છતાં વિયોગ અનુભવતાં