श्रीराम और भरत का मिलन
आए भरत संग सब लोगा । कृस तन श्रीरघुबीर बियोगा ॥
बामदेव बसिष्ठ मुनिनायक । देखे प्रभु महि धरि धनु सायक ॥१॥
धाइ धरे गुर चरन सरोरुह । अनुज सहित अति पुलक तनोरुह ॥
भेंटि कुसल बूझी मुनिराया । हमरें कुसल तुम्हारिहिं दाया ॥२॥
सकल द्विजन्ह मिलि नायउ माथा । धर्म धुरंधर रघुकुलनाथा ॥
गहे भरत पुनि प्रभु पद पंकज । नमत जिन्हहि सुर मुनि संकर अज ॥३॥
परे भूमि नहिं उठत उठाए । बर करि कृपासिंधु उर लाए ॥
स्यामल गात रोम भए ठाढ़े । नव राजीव नयन जल बाढ़े ॥४॥
(छंद)
राजीव लोचन स्त्रवत जल तन ललित पुलकावलि बनी ।
अति प्रेम हृदयँ लगाइ अनुजहि मिले प्रभु त्रिभुअन धनी ॥
प्रभु मिलत अनुजहि सोह मो पहिं जाति नहिं उपमा कही ।
जनु प्रेम अरु सिंगार तनु धरि मिले बर सुषमा लही ॥
बूझत कृपानिधि कुसल भरतहि बचन बेगि न आवई ।
सुनु सिवा सो सुख बचन मन ते भिन्न जान जो पावई ॥
अब कुसल कौसलनाथ आरत जानि जन दरसन दियो ।
बूड़त बिरह बारीस कृपानिधान मोहि कर गहि लियो ॥
(दोहा)
पुनि प्रभु हरषि सत्रुहन भेंटे हृदयँ लगाइ ।
लछिमन भरत मिले तब परम प्रेम दोउ भाइ ॥ ५ ॥
*
MP3 Audio
*
ભરત અને રામનું મિલન
આવ્યા ભરત સંગ સૌ લોક કૃશ શરીર રઘુવીર વિયોગ;
વામદેવ વસિષ્ઠ મુનિનાયક પેખી પ્રભુ છોડી ધનુસાયક,
દોડી પડયા પદમહીં સહુના લક્ષ્મણ સહિત કૃતાર્થમના.
ભેટયા મુનિવર સ્નેહ સમેત, કૃતકૃત્ય બન્યા કૃપાનિકેત.
ભૂદેવને નમાવી શીશ પામ્યા રઘુકુળપતિ આશિષ;
ભરત નમ્યા પ્રભુપદપંકજ નમે જેમને શિવમુનિઅજ.
(છંદ)
પૃથ્વી પર પડયા ભરત રામે ઉઠાડયા પણ ના ઊઠયા;
રામે ઉઠાડીને પરાણે ધર્યું આલિંગન અહા !
જળ કમળલોચનથી વહ્યું રોમાંચ શ્યામતને થયાં,
ત્રિભુવનતણા પતિ અનુજને અતિ પ્રેમ પ્રગટાવી મળ્યાં.
શોભા ઉભયની વ્યક્ત કરતી ના મળે ઉપમા મને,
શૃંગારસ્નેહ શરીર ધારી મળ્યાં જાણે ઉભયને.
રામે કુશળ પૂછયા ભરત પણ કહી કાંઈ ના શક્યા,
સુખ મનવચનથી પર અનુભવે એ જ કિંચિત જાણતા;
છું કુશળ કોશલનાથ દર્શન આર્ત જાણીને ધર્યું,
ડૂબી રહેલો વિરહમાં કરને ગ્રહી રક્ષણ કર્યું.
(દોહરો)
ભેટયા પ્રભુ શત્રુધ્નને હર્ષિત બની પછી,
લક્ષ્મણ ભરત ઉભય રહ્યા પ્રેમે પરમ મળી.