श्रीराम माता कैकेयी को मिलने उसके भवन गये
प्रभु जानी कैकेई लजानी । प्रथम तासु गृह गए भवानी ॥
ताहि प्रबोधि बहुत सुख दीन्हा । पुनि निज भवन गवन हरि कीन्हा ॥१॥
कृपासिंधु जब मंदिर गए । पुर नर नारि सुखी सब भए ॥
गुर बसिष्ट द्विज लिए बुलाई । आजु सुघरी सुदिन समुदाई ॥२॥
सब द्विज देहु हरषि अनुसासन । रामचंद्र बैठहिं सिंघासन ॥
मुनि बसिष्ट के बचन सुहाए । सुनत सकल बिप्रन्ह अति भाए ॥३॥
कहहिं बचन मृदु बिप्र अनेका । जग अभिराम राम अभिषेका ॥
अब मुनिबर बिलंब नहिं कीजे । महाराज कहँ तिलक करीजै ॥४॥
(दोहा)
तब मुनि कहेउ सुमंत्र सन सुनत चलेउ हरषाइ ।
रथ अनेक बहु बाजि गज तुरत सँवारे जाइ ॥ १०(क) ॥
जहँ तहँ धावन पठइ पुनि मंगल द्रब्य मगाइ ।
हरष समेत बसिष्ट पद पुनि सिरु नायउ आइ ॥ १०(ख) ॥
*
MP3 Audio
*
શ્રીરામ કૈકેયીના ભવને મળવા જાય છે
લજ્જા કૈકેયીકેરી જાણી તેના ભવને ગયા પ્રભુ જ્ઞાની;
સુખ પ્રેમે પ્રબોધીને આપ્યું, જાળુ ક્લેશનું હૈયાનું કાપ્યું.
પછી પ્રભુ નિજ ભવનમાં ચાલ્યા, પુરનારી સુખમાં મહાલ્યા;
કહ્યું વશિષ્ઠે આજે યોગ શુભ ઘડી સુદિનનો સંયોગ.
હર્ષે આજ્ઞા હવે વિપ્ર આપો, રઘુવરને સિંહાસને સ્થાપો;
થયા ભૂદેવ વચને પ્રસન્ન જાણે પામ્યા હો જીવનધન.
વદ્યા વચનો વિપ્ર અનેક, અભિરામ એ રાજ્યાભિષેક,
હવે મુનિવર વાર ના, મહારાજાને તિલક કરો આ.
(દોહરો)
સુમંત્રે કર્યા અશ્વ રથ હસ્તિ વિવિધ તૈયાર,
દૂત ચતુર્દિશ મોકલ્યા આનંદે તત્કાળ.
મંગલ દ્રવ્યોને વળી મંગાવ્યાં રસ સાથ,
શણગારી નગરી બધી સુણતાંવેંત જ વાત.