Uttar Kand
Deities turn up in Ayodhya
अयोध्या में देवताओं का आगमन
अवधपुरी अति रुचिर बनाई । देवन्ह सुमन बृष्टि झरि लाई ॥
राम कहा सेवकन्ह बुलाई । प्रथम सखन्ह अन्हवावहु जाई ॥१॥
सुनत बचन जहँ तहँ जन धाए । सुग्रीवादि तुरत अन्हवाए ॥
पुनि करुनानिधि भरतु हँकारे । निज कर राम जटा निरुआरे ॥२॥
अन्हवाए प्रभु तीनिउ भाई । भगत बछल कृपाल रघुराई ॥
भरत भाग्य प्रभु कोमलताई । सेष कोटि सत सकहिं न गाई ॥३॥
पुनि निज जटा राम बिबराए । गुर अनुसासन मागि नहाए ॥
करि मज्जन प्रभु भूषन साजे । अंग अनंग देखि सत लाजे ॥४॥
(दोहा)
सासुन्ह सादर जानकिहि मज्जन तुरत कराइ ।
दिब्य बसन बर भूषन अँग अँग सजे बनाइ ॥ ११(क) ॥
राम बाम दिसि सोभति रमा रूप गुन खानि ।
देखि मातु सब हरषीं जन्म सुफल निज जानि ॥ ११(ख) ॥
सुनु खगेस तेहि अवसर ब्रह्मा सिव मुनि बृंद ।
चढ़ि बिमान आए सब सुर देखन सुखकंद ॥ ११(ग) ॥
દેવોનું અયોધ્યામાં આગમન
(દોહરો)
વરસાવી દેવે મધુર પુષ્પતણી વૃષ્ટિ,
આનંદ તણી અવનવી થઈ બધે સૃષ્ટિ.
રઘુવરના આદેશથી મળી સેવકે ખાસ,
સુગ્રીવ તથા અન્યને ન્હવડાવ્યા સોલ્લાસ.
કરુણાનિધિ રામે પછી જટા ભરતની દૂર,
સ્વહસ્તે કરી પ્રેમમાં બની પૂર્ણ ચકચૂર.
ત્રણે બંધુને રઘુવરે સુભગ કરાવ્યું સ્નાન;
ભક્ત વત્સલ કૃપાળુ છે દીનબંધુ ભગવાન.
મૃદુતા પ્રભુની ભરતનું ભાગ્ય તથા બળવાન,
શેષ અબજ પણ ના શકે એનાં કરી વખાણ.
જટા ખોલતાં સ્નાન શ્રીરામે પછી કર્યું;
કામ લજાયા, અંગને ભૂષણથકી ભર્યું.
સીતાને પણ સાસુએ સદ્ય કરાવી સ્નાન,
શણગારી ભૂષણથકી થતાં વસ્ત્રપરિધાન.
રામ વામદિશ શોભતી રમા રૂપગુણખાણ,
માતા હરખી માનતાં સફળ જન્મ ને પ્રાણ.
આવ્યા એ શુભ અવસરે બ્રહ્મા શિવ મુનિવૃંદ,
સુર વિમાનમાં એ સ્થળે જોવાને સુખકંદ.