Uttar Kand
Vedas turn up to see Ram
श्रीराम के दर्शन करने वेद प्रकट हुए
प्रभु बिलोकि मुनि मन अनुरागा । तुरत दिब्य सिंघासन मागा ॥
रबि सम तेज सो बरनि न जाई । बैठे राम द्विजन्ह सिरु नाई ॥१॥
जनकसुता समेत रघुराई । पेखि प्रहरषे मुनि समुदाई ॥
बेद मंत्र तब द्विजन्ह उचारे । नभ सुर मुनि जय जयति पुकारे ॥२॥
प्रथम तिलक बसिष्ट मुनि कीन्हा । पुनि सब बिप्रन्ह आयसु दीन्हा ॥
सुत बिलोकि हरषीं महतारी । बार बार आरती उतारी ॥३॥
बिप्रन्ह दान बिबिध बिधि दीन्हे । जाचक सकल अजाचक कीन्हे ॥
सिंघासन पर त्रिभुअन साई । देखि सुरन्ह दुंदुभीं बजाईं ॥४॥
(छंद)
नभ दुंदुभीं बाजहिं बिपुल गंधर्ब किंनर गावहीं ।
नाचहिं अपछरा बृंद परमानंद सुर मुनि पावहीं ॥
भरतादि अनुज बिभीषनांगद हनुमदादि समेत ते ।
गहें छत्र चामर ब्यजन धनु असि चर्म सक्ति बिराजते ॥
श्री सहित दिनकर बंस बूषन काम बहु छबि सोहई ।
नव अंबुधर बर गात अंबर पीत सुर मन मोहई ॥
मुकुटांगदादि बिचित्र भूषन अंग अंगन्हि प्रति सजे ।
अंभोज नयन बिसाल उर भुज धन्य नर निरखंति जे ॥
(दोहा)
वह सोभा समाज सुख कहत न बनइ खगेस ।
बरनहिं सारद सेष श्रुति सो रस जान महेस ॥ १२(क) ॥
भिन्न भिन्न अस्तुति करि गए सुर निज निज धाम ।
बंदी बेष बेद तब आए जहँ श्रीराम ॥ १२(ख) ॥
प्रभु सर्बग्य कीन्ह अति आदर कृपानिधान ।
लखेउ न काहूँ मरम कछु लगे करन गुन गान ॥ १२(ग) ॥
*
MP3 Audio
*
રામના દર્શન માટે વેદો પ્રકટ થાય છે
(દોહરો)
પ્રભુને પેખીને થયો મુનિઅંતર અનુરાગ,
કરી એમણે દિવ્ય ત્યાં સિંહાસનની માંગ.
રવિસમ તેના તેજનું વર્ણન ના જ કરાય;
દ્વિજને વંદી એ ઉપર બેઠા શ્રીરઘુરાય.
*
સીતાસહિત નીરખી રઘુરાય હરખ્યા ઋષિમુનિના સમુદાય;
વેદમંત્રોને વિપ્રે ઉચ્ચાર્યા, દેવમુનિએ જયકાર સુણાવ્યા.
કરી પ્રથમ તિલક વસિષ્ઠે કરવા તિલક કહ્યું વિપ્રવરને;
જોઈ સુતને સિંહાસને માતા કરવા આરતી લાગી ગાતાં.
દાન વિપ્રને બહુવિધ દીધાં, યાચકોને અયાચક કીધા;
સિંહાસન પર ત્રિભુવનસાંઈ જોઈ દેવે દુંદુભી બજાવી.
છંદ
વાદ્યો નભે વાગી રહ્યાં, ગંધર્વકિન્નર રંગથી,
ગાઈ રહ્યા, નાચી રહી આનંદપૂર્વક અપ્સરા,
ભરતાદિ અનુજ વિભીષણાંગદ અન્ય ને હનુમાનશા,
સૌ છત્ર ચામર વ્યજન ધનુ અસિચર્મ શક્તિ ધરી રહ્યા.
શ્રી સહિત દિનકર વંશભૂષણ કામસમ સોહી રહ્યા,
નવઅંબુધરસમ શ્યામ તન પીતાંબરે મોહી રહ્યા;
મુકુટાંગદાદિ વિચિત્ર ભૂષણ સજેલાં અંગાંગમાં,
અંભોજનયન વિશાળ ઉરભુજ ધન્ય જે નીરખી શક્યાં.
(દોહરો)
એ સૌન્દર્ય સમાજસુખ શકાય કેમ કહી,
કહે શારદા શેષશ્રુતિ, શંકર શક્યા લહી.
ભિન્ન ભિન્ન સ્તુતિને કરી દેવો ગયા સ્વધામ,
ચારણવેશે વેદ ત્યાં પ્રગટ થયા કૃતકામ.
સ્વાગત શુભ સર્વજ્ઞ શ્રી પ્રભુએ શીઘ્ર કર્યું,
મર્મ ન કોઈએ લહ્યો, વેદે તરત કહ્યું.