Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હરિનામને ગાવાનો મને રંગ લાગ્યો
હરિ પ્રેમમાં ન્હાવાનો મને રંગ લાગ્યો ... હરિ નામને

હરિનામ સાંભળીને મારો પ્રાણ જાગ્યો,
પ્રાણ છે જાગ્યો, મને સ્વાદ છે લાગ્યો ... હરિ નામને

રસ એના જેવો ના ક્યાંય લાગ્યો,
મેં તો જનમોજનમ એ રસ માગ્યો ... હરિ નામને

નથી ઇન્દ્રકુબેરે એ રસ ચાખ્યો,
એ તો પલટાવી દે પ્રાણને આખો ... હરિ નામને

મારા રોમરોમમાં હરિનો પ્રેમ પાક્યો,
રસ બીજો મેં તો સિંધુમાં નાંખ્યો ... હરિ નામને

જીભ મારી કરે હરિની વાતો,
રૂપ દેખે એનું રોજ આ આંખો ... હરિ નામને

મારે હૈયે પડાવ પ્રભુએ નાંખ્યો,
એ તો લ્હાવો મળ્યો મને વણમાગ્યો ... હરિ નામને

હરિપ્રેમમાં હું 'પાગલ' થઇને નાચ્યો,
ત્રણે તાપ થયા દૂર મારો ભય તો ભાગ્યો ... હરિ નામને

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit