હે દેવ !
મારી પાસે બીજું તો કાંઈ નથી,
પણ હૃદયની ગુફામાં બેઠેલો એક જ દેવ, એક જ ફૂલ છે.
એની પ્રત્યેક પાંખડી પમરાટ ને પરિમલથી ભરેલી છે,
ને પ્રેમદેવતાનું જ તે પ્રતિરૂપ છે.
હે મારા દેવ !
મુજ દરિદ્રની પાસે બીજું તો કાંઈ નથી, પણ એક જ ફૂલ છે.
એનો અભિષેક તારે ચરણે જ હો !
એ લગીર જેટલો પ્રેમ બીજા કોઈ ને નહિ
પણ જીવનભર તારે માટે જ હો !
એ જ મારી ઈચ્છા ને પ્રાર્થના છે.
ઓ મારા દેવ !
મુજ દરિદ્રની બીજી તો કોઈ આશા નથી,
પણ આ જ એક પ્રાર્થના છે !
- શ્રી યોગેશ્વરજી

